Thursday, June 18, 2009

VENUS_શુક્ર

ગ્રહોમાં શુક્ર મંત્રી છે.પ્રુથ્વીથી ૬ કરોડ ૭૨ લાખ માઈલ દૂર છે.સંગીત વિદ્યાનો કારક છે.તેનો અંક ૬ છે. સ્ત્રી ગ્રહ છે.તેની વિશોતરી દશા ૨૦ વર્ષની છે.એક રાશિમાં તે લગભગ ૧ માસ અને એક નક્ષત્રમાં ૧૧ દિવસ રહે છે.કુંડળીમાં ચતુર્થ ભાવે અર્થાત ઉત્તર દિશામાં બલિ થાય છે.તે વ્રુષભ અને તુલા રાશિનો સ્વામિ છે. ગુરુની મીન રાશિમા ઉચ્ચનો અને બુધની કન્યા રાશિમાં નીચસ્થ બને છે.આ શુક્ર બુધની સાથે સાત્વિક,શનિ અને રાહુ સાથે તામસિક તથા ચંદ્ર-સૂર્ય અને મંગળ સાથે શત્રુવત વ્યવહાર રાખે છે.
સામાન્ય રીતે શુક્રને વિવાહ, સગાઈ, લગ્ન, છૂટાછૅડા , ભોગ-વિલાસ,પ્રેમ-પ્રકરણ, સંબંધોનું સુખ,સંગીત,ચિત્રકલા.કલા,અભિનય શક્તિ, નિપુણતા,છળ-કપટ,માન્-પાન, તથા વિદેશ ગમન નો કારક માનવામાં છે.મેદવ્રુદ્ધિ,મધુપ્રમેહ ,કાનના દર્દ વગેરેનો વિચાર પણ શુક્ર પરથી કરવામાં આવે છે..
મિથુન ,કન્યા ,મકર અને કુંભ લગ્નમાં શુક્ર યોગકારક ( કેન્દ્ર અને ત્રિકોણ સ્થાનનો સ્વામિ ) બને છે.આશ્લેષા ,જયેષ્ઠા ,રેવતી ,ક્રુતિકા ,સ્વાતિ અને આદ્રા નક્ષત્રમાં શુક્ર શુભ ફળ આપે છે જ્યારે ભરણી ,પૂર્વા ફાલ્ગુની ,પૂર્વાષાઢા , મ્રુગશિર્ષ ,ચિત્રા ,ઘનિષ્ઠા નક્ષત્રમાં અશુભ ફળ આપનાર બને છે.
નારી પ્રધાન શુક્ર ઃ
આટલી પૂર્વ ભૂમિકા સમજ્યા બાદ આપણે પ્રસ્તુત લેખમા જન્મકુંડળીમાં વિભિન્ન યોગ સ્થિતિ અનુસાર શુક્રની ખાસ કરીને સૌંદર્યવાન અને સોહામણી નારી પર થતી અસરોનો વિચાર કરીશું.
લાલિત્યવાન લલનાઓના લોભનીય યૌવનની વાતો કે રસોના રાજા-શ્રુંગાર રસની વાતો શુક્ર વગર શક્ય નથી.જે સૌંદર્ય શુક્ર આપી શકે તે સૌંદર્ય અન્ય કોઈ ગ્રહ ના અપી શકે. ‘કાળા બનાવે તોય ક્રુષ્ણ જેવા ‘ આ કામી શુક્ર જ ઉચ્ચ કોટિના કલાકારો ( હીરો-હીરૉઈન-ચિત્રકાર-સંગીતકાર ) નું સર્જન કરી શકે છે.માદક એવી વસંત ઋતુ પણ ઉચ્ચના શુક્રમાં શક્ય બને.શુક્રની શ્રુંગારિકતામાં પ્રામાણિકતા છે આડંબર નથી.આંખોમાં આંમત્રણ છે , દેખાડો નથી.ઘણીવાર એમ થાય છે કે આ શુક્ર ન હોત તો કાલીદાસ શું લખત ?. સ્ત્રીનું ’ ૩૬ x ૨૪ x ૩૬ ‘ નું માપ પણ શુક્રને આધિન છે.નશા વગરનો દારુ એટલે શુક્ર વગરનો શ્રુંગાર. આમ , શુક્ર શ્રુંગાર રસનો રાજા છે.તેને જો મંગળ સાથ આપે તો કામવાસના પ્રજ્જવલિત થાય છે અને મંગળ-બુધ બંને સાથ આપે તો કામવાસના નીરંકુશ બની જાય છે. મંગળ-ચંદ્ર સાથે શુક્ર હોય તો શુક્ર , સ્ત્રીને સ્વીડીશ રૂપ તથા મીનાક્ષી જેવી આંખો આપે છે. મોડેલ તરીકે રેમ્પ ઉપર ચાલવાની અને ફેશન ડિઝાઈનીંગ કરવાની કરામત પણ બળવાન શુક્રને જ આભારી છે. શુક્રનું હાસ્ય તોફાની છે અને વિજાતીય પાત્રના દિલમાં સ્પંદનો પેદા કરતું હોય છે. શુક્રની કરુણામાં સ્વાર્થ હોય છે.વીરરસ માત્ર વિજાતીય પાત્રને આકર્ષણ પૂરતો જ હોય છે.મંગળ , બુધ જેવા સાથી મળે તો ભયાનક સ્વરૂપ જોવા મળે છે. વિજાતીય ખેંચાણ અને નખરાં અદભુત હોય છે.પ્રેમ ભંગ થાય ત્યારે રૌદ્ર સ્વરૂપ જોવા મળે છે. શનિ સાથ આપે ત્યારે બિભિત્સ સ્વરૂપ જોવા મળે છે.વિજાતીય પાત્રના સાનિધ્યમાં શાંતિની અનુભૂતિ કરે છે.સામાન્ય રીતે શુક્ર સૌમ્ય અને શાંત છે.

કલાકાર,કલાપારખુંનું સર્જન કરતો શુક્ર આનંદી અને રસીક છે.માલવ્ય યોગનું સર્જન કરનાર શુક્ર ધન આપવામાં પણ ઉદાર છે.શુક્ર સાથે ગુરુ આવે ત્યારે તે ગુરુની આડંબરયુક્ત સાધુતા ઉપર અંકુશ મૂકે છે અને ગુરુ , શુક્રની વિલાસીતા ઉપર અંકુશ મૂકી સંપૂર્ણ માનવનું સર્જન કરે છે.જીવન જીવવા જેવું છે તેમ માની ડિપ્રેશનમાંથી બહાર લાવનાર શુક્ર ગ્રહ પણ એક વિશિષ્ટ પ્રકારનો મહાન કલાકાર જ છે.
જન્મકુંડળીમાં સ્વગ્રુહી-ઉચ્ચના કે મિત્રક્ષેત્રી બળવાન શુક્રવાળી સ્ત્રી વાંકડીઆ વાળ , સુંદર અને સોહામણું રૂપ , આકર્ષક નેત્ર અને ઘાટીલી દેહાક્રુતિ ધરાવે છે. ગીત-સંગીત ,કાવ્ય ,નાટ્યકળા,અભિનય કળા વગેરેમાં કુશળતા આપે છે.આવા જાતકોને ભૌતિક જીવનમાં સર્વ પ્રકારના આનંદ-સુખ-ઉપભોક્તાઓ માણવી ગમે છે.આવી વ્યક્તિઓની દ્રષ્ટિ પણ સૌંદર્યલક્ષી હોય છે. તેમની વાણી-વર્તન-વ્યવહાર આકર્ષક અને મ્રુદુ હોય છે.સ્વર મધુર હોય છે.
નારી પ્રધાન એવો શુક્ર જ્યારે પુરુષની જન્મકુંડળીમાં યોગકારક થઈ દેહભુવન સાથે સંબંધ કરે છે ત્યારે તેવી વ્યક્તિમાં સ્ત્રી સંબંધી નબળાઈ જોવા મળે છે.આવા જાતકો સુંદર,વાચાળ,ભીરુ ,મોહક , મ્રુદુભાષી અને ક્લેશ-કંકાશથી દૂર ભાગવાવાળા હોય છે.
જીવનમાં રસ ઓજસ અર્પતા શુક્ર સાથે અન્ય ગ્રહોના સંયોગથી જોવા મળતી અસરોનો વિચાર કરીયે તો કેન્દ્ર-સ્થાને સ્વગ્રુહી કે ઉચ્ચનો શુક માલવ્ય યોગ કરે છે.આવો શુક્ર, જાતકને અંતઃકરણમાં ઉન્માદ જગાવે તેવું મનમોહક રૂપ ,આકર્ષક દેહ લાલિત્ય અને સુડોળ શરીરસૌષ્ઠવ આપે છે.સાથે સાથે લોકપ્રિયતા પણ આપે છે.આવા જાતકો જાહેરજીવન સાથે સંબંધ ધરાવે છે.
શુક્ર સાથે બુધ સંબંધ કરે ત્યારે સુંદર આંખો ,આકર્ષક વાક્છટા અને બુદ્ધિગમ્ય વિચારો આપે છે.તેની સાથે સામી વ્યક્તિને કેવી રીતે છેતરવી તેવી મનોવ્રુત્તિ પણ આપે છે.
શુક્ર સાથે સૂર્ય કામવ્રુત્તિ ઘટાડે છે. વિજાતિય આકર્ષણ ઓછું કરે છે. દાંપત્યજીવનમાં નિરસતા લાવે છે.આજીવન અપરિણીત સ્ત્રીઓમાં શુક્ર સાથે સૂર્યનો સંબંઘ વિશેષરૂપ જોવા મળે છે.

શુક્ર સાથે ગુરુ સંયોગમાં આવે ત્યારે અમર્યાદિત ઈચ્છાશક્તિ ઉપર અંકુશ આવી જાય છે. લેખન-શક્તિ અને કળા રસિકતા પણ આ યોગ ભરપુર આપે છે.નમ્રતા અને ચાતુર્યથી સામા માણસનું દિલ જીતી મિત્ર બનાવવાની કળા આવા યોગવાળી સ્ત્રીઓમાં જોવા મળે છે.
ઈચ્છા અને લાગણીને ભડકાવવાનું કામ શુક્ર-મંગળની યુતિ-પ્રતિયુતિ કરે છે. અમર્યાદ વિજાતિય આકર્ષણ જન્માવી આંતરજ્ઞાતીય લગ્નો અને દાંપત્યજીવન ઉપરાંતના લગ્નેતર અને દૈહિક સંબંધો પણ શુક્ર-મંગળના યોગને આભારી છે.
શુક્ર જ્યારે શનિ સાથે યુતિ , દ્રષ્ટિ કે અન્ય યોગ કરે છે ત્યારે જાતકના દાંપત્યજીવનમાં ચોક્કસપણે વિચિત્રતા આપે છે. ગ્રુહસ્થ જીવનમાં દુઃખ આપે છે.પોતાના જ ઘરના નોકર , કાર ડ્રાઈવર કે પોતાનાથી ઉતરતી કક્ષાના વ્યક્તિઓ સાથેના સંબંધો થવા , હલકી કક્ષાના સામાજિક વ્યક્તિ સાથે ભાગી જઈ કે અન્ય રીતે લગ્ન સંબંધ થવા..લગ્ન-વિવાહમાં વિલંબ ..વગેરે પ્રસંગો આ યોગને કારણે બનતા હોય છે.
જન્મકુંડળીમાં શુક્ર-ચંદ્રની યુતિ ,પ્રતિયુતિ હોય તેવા જાતકોને સુંદર જીવનસાથી મળે છે.વાણીની મધુરતા મળે છે.આવા જાતકો ભૌતિક જીવનની મધુરતા ભરપુર માણી શકે છે.
બળવાન શુક્રવાળી વ્યક્તિ ઉચ્ચ કક્ષાની કલાકાર હોય છે. શ્રુંગાર રસના સર્વોત્ક્રુષ્ટ દર્શન , ઉચ્ચના એટલે કે મીન રાશિના શુક્રવાળી સ્ત્રીઓમાં જોવા મળે છે.ઉચ્ચ કક્ષાની અભિનય ક્ષમતા અને ઉત્તમ કલાકારની જન્મકુંડળીમાં મીન રાશિનો શુક્ર જોવા મળે છે.

No comments:

Post a Comment