Wednesday, June 17, 2009

મંગળદોષનો હાઉ !


જન્મકુંડળીમાં મંગળદોષ એટલેકે પાઘડીએ મંગળ હોવા સંબંધી જે કાંઈ મત પ્રચલિત છે તે અધુરા-અસ્પષ્ટ માલુમ પડે છે.સાચુ કહીએ તો જન્મકુંડળીમાં મંગળદોષ કરતા તેનો હાઉ મોટો છે તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.
પ્રચલિત સિધ્ધાંત મુજબ કહીએ તો જન્મકુંડળીના ૧-૪-૭-૮-૧૨ મા સ્થાનમા મંગળ હોય તો પુરુષને પાઘડીયે અને સ્ત્રીને ઘાટડીયે મંગળ ( મંગળદોષ ) ગણાય.
જ્યોતિષનો પ્રાથમિક વિધ્યાર્થી પણ સમજી શકશે કે પ્રુથ્વીની ગતિ અનુસાર ૨૪ કલાકમાં બારેય રાશિઓ પૂર્વ ક્ષિતિજે ક્રમશઃ આવી જાય છે અને મેષ,વ્રુષભ.. વગેરે બારેય લગ્ન અનુક્ર્મે આવે છે તેથી એમ કહી શકાય કે ૪૨ % કુંડળીઓ મંગળવાળી હોય છે. શું ખરેખર આ હકીકત છે ?
મંગળદોષવાળી કન્યાનો વિવાહ મંગળદોષવાળા પુરુષ સાથે જ થવા જોઈએ. સામેના પાત્રમાં આ જગ્યાએ એટલેકે
૧-૪-૭-૧૦-૧૨ મા સ્થાનમાં શનિ હોય તો પણ ચાલે ! સુખી લગ્નજીવન માટે આ સ્થુળ વર્ગીકરણ અગ્રગણ્ય જ્યોતિષ વિશેષજ્ઞોની દ્રષ્ટિએ સંપૂર્ણ યોગ્ય નથી. તેમના મતે મંગળની સામે મંગળ જ ૧-૪-૭-૮-૧૨ સ્થાનોમાં હોય તે આવકાર્ય છે.
મંગળ એટલે જ શુભ અને કલ્યાણકારી. તેમ છતાં મંગળ ગ્રહને આપણા લોકો ” અમંગળ ” ગણે છે. ખાસ કરીને વિવાહ ઉત્સુક વર-કન્યાની બાબતમાં મંગળથી સૌ ભડકે છે અને અન્યને ભડકાવાવમાં આવે છે. મંગળના આ બિનજરૂરી ભયથી કેટલાક સુયોગ્ય પાત્રોનો મેળ થતો અટકી જાય છે.
નિષ્ઠાવાન લેખકો તેમ જ બુધ્ધિશાળી વાચકો જ આવા સમયે સક્રિય બનીને સાચી દિશામાં આગળ વધે તે જરૂરી છે.
મંગળની વિશેષતા એ છે કે તે અગ્નિ તત્વ અને સાહ્સિક વ્રુત્તિનો કારક છે.ભૌતિક વિજ્ઞાન પણ માને છે કે ” મંગળ એટલે જ શક્તિનો ધોધ “.
ચંદ્ર એટલે રજ અને મંગળ એટલે પિત્ત. આ બંનેના સંયોગથી સ્ત્રીનો માસિક ધર્મ બને છે આમ સ્ત્રીને માત્ર સ્ત્રીત્વ જ નહિ બલ્કે
માત્રુત્વ આપનાર ગ્રહ મંગળ જ છે અને પુરુષને પુરુષત્વ આપનાર પણ મંગળ ગ્રહ છે.
મંગળદોષ ઉપરાંત જન્મસમયના ચંદ્ર નક્ષત્ર આધારિત ગુણાંકનો પણ વિચાર કરવો જોઈએ. જોકે આ પદ્ધતિ પણ સંપૂર્ણ તો નથી જ.

કુંડળીમાં મંગળદોષ હોય પરંતુ સાથેસાથે મંગળદોષના અપવાદો પણ ખાસ ધ્યાનમાં લેવા જોઈએ

No comments:

Post a Comment