Saturday, October 3, 2009

વિભિન્ન વ્યકિતઓ પર રાહુ-કેતુનો પ્રભાવ

બ્રહ્માંડ અને જ્યોતિષ એ બંનેમાં રાહુ-કેતુને સંવેદનશીલ માનવામાં આવ્યા છે. જ્યોતિષીય દૃષ્ટિએ રાહુ જે રાશિમાં હોય છે તેનાથી સાતમી રાશિમાં અર્થાંત ૧૮૦ ઔંશ અંશાત્મક સ્થિતિ પર કેતુ હોય છે. રાહુ અને કેતુ સૂર્ય અને
ચંદ્રની કક્ષાઓનાં સમાન બિન્દુ છે જેને ખગોળશાસ્ત્રમાં ચન્દ્રયાન કહેવામાં આવે છે. આ બંનેનું કોઈપણ ભૌતિકરૃપથી ઔચિત્ય ન હોવાના કારણે જ તેમને છાયા ગ્રહ કહેવામાં આવ્યા છે. વસ્તુતઃ રાહુ અને કેતુ છાયા ગ્રહ હોવા છતાં પણ માનવજીવનને ખૂબ જ પ્રભાવિત કરે છે.

રાહુ (કારક) : દાદાગીરી, વાણીની કઠોરતા, સંશોધક પ્રવૃત્તિ, વિદેશ પ્રવાસ, ભ્રમણ, અભાવ, ચામડી પર ડાઘા, ત્વચા રોગ, સાપનું ડસવું, ઝેર, મહામારી, પરસ્રી સાથે સંબંધ, નાના-નાની, નિરર્થક, તર્ક-વિતર્ક, કપ્ટ, છેતરપિંડી, વૈધવ્ય, દર્દ અને સોજો, ઊંચા અવાજપૂર્વક નબળાઓને દબાવવું, દિલને આઘાત પહોંચાડવાની પ્રવૃત્તિ, આંધળું, ચાડી-ચુગલી, પાખંડ, ખરાબ આદતો, ભૂખ અને બીકથી (હૃદય બેસી જવાની અવસ્થા), અંગભંગ, કુષ્ઠ રોગ, , ખર્ચા, માન-મર્યાદા, શત્રુ, દેશમાંથી દેશનિકાલ, ચોરી, જાસૂસી, આત્મહત્યા, શિકાર, ગુલામી, પથ્થર, નૈઋત્ય ખૂણો વગેરેનો કારક રાહુ છે.

કેતુ (કારક) : મોક્ષ, ગાંડપણ, વિદેશ પ્રવાસ, કોઢ, આત્મહત્યા, દાદા-દાદી, ગંદી બોલી, લાંબુ કદ, ધૂમ્રપાન, જખ્મ, શરીર પર ડાઘ, દુબળાપન, પાપવૃતિ, દ્વેષ, ચોરી પ્રવૃત્તિ, ગૂઢતા જાદુગરી, ષડયંત્ર, દર્શનશાસ્ત્ર, માનસિક શાંતિ, ધૈર્ય, વૈરાગ્ય, સરકારી સાક્ષી, સ્વપ્નો, આકસ્મિક મોત,, ખરાબ આત્મા, વાયુજનીન રોગ, ઝેર, ધર્મ, જ્યોતિષવિદ્યા, મુક્તિ, દેવાળીયાપણું, હત્યાની પ્રવૃતિ, અગ્નિ દુર્ઘટના વગેરેના કારક રાહુ -કેતુ છે.

રાહુ અને કેતુ એ સૂર્ય અને ચંદ્રના શત્રુ છે, કહેવાય છે કે રાહુ સૂર્યનો અને કેતુ ચંદ્રના પાકા વિરોધી છે. રાહુ-શનિ અને કેતુ-મંગળની માફક પ્રભાવ પાડે છે.

રાહુ વૃષભ અને મિથુન રાશિમાં ઉચ્ચનો તથા વૃશ્ચિક અને ધનમાં નીચનો હોય છે. કેતુ વૃશ્ચિક અને ધન રાશિમાં ઉચ્ચનો અને વૃષભ-મિથુનમાં નીચનો હોય છે. રાહુ અને કેતુ જે રાશિની સાથે બેઠેલા ગ્રહ અનુસાર સારંુ-ખોટું પરિણામ આપે છે.

જન્મકુંડળીમાં રાહુ અને કેતુનો પ્રભાવ

  • રાહુ અને કેતુ જો કુંડળીની મધ્યમાં એટલે કે કેન્દ્ર અથવા તો ત્રિકોણમાં તેના સ્વામીઓની સાથે બેઠા હોય યા તેની સાથે શુભ દૃષ્ટિમાં હોય તો યોગકારક બની જાય છે. આવી સ્થિતિમાં તેઓ પોતાની દશા ભક્તિમાં શુભ પરિણામ જોવા કે લાંબુ આયુષ્ય,

  • ધન, ભૌતિક સુખ વગેરે આપે છે.
  • સૂર્ય જ્યારે રાહુ યા કેતુની સાથે હોય છે ત્યારે વ્યકિતનો વ્યવસાય, પિતાની મિલકત, માન-પ્રતિષ્ઠા, આયુષ્ય, સુખ, વગેરે પર ખરાબ પ્રભાવ પડે છે.
  • જો ચંદ્ર રાહુ યા કેતુની સાથે હોય અને તેના પર કોઈ અન્ય શુભ ગ્રહની દૃષ્ટિ ન હોય તો વ્યક્તિ માનસિક રોગ, વાતરોગ, પાગલપન, અનિયંત્રિત ઉત્તેજના વગેરેનો શિકાર હોય છે.
  • વૃશ્ચિક લગ્નમાં આ યોગ જાતકને અત્યાધિક ર્ધાિમક બનાવી દે છે.
  • મંગળ રાહુ યા કેતુની સાથે હોય તો જાતકને હિંસક બનાવી દે છે. આ યોગના પ્રભાવે કરીને વ્યકિત પોતાના ક્રોધ પર નિયંત્રણ કરી શકતો નથી અને ક્યારેક-ક્યારેક તો કાતિલ પણ બની જાય છે.
  • બુધ રાહુ યા કેતુની સાથે હોય તો વ્યક્તિ લાઈલાજ બીમારીગ્રસ્ત હોય છે. આ યોગ તેને પાગલ, સનકી, ચાલાક, કપટી, યા ચોર બનાવી દે છે તે ધર્મવિરૃદ્ધ આચરણ કરે છે.
  • જો રાહુ યા કેતુ ગુરુની સાથે હોય તો ગુરુના સાત્ત્વિક ગુણોને સમાપ્ત કરી દે છે અને વ્યકિતને પરંપરા વિરોધી બનાવી દે છે આ યોગ જો કોઈ શુભ ભાવમાં હોય તો જાતક જ્યોતિષશાસ્ત્રમાં રૃચિ ધરાવે છે.
  • શુક્ર રાહુ યા કેતુની સાથે હોય તો વ્યકિત બીજાઓની સ્ત્રીઓ તરફ આર્કિષત હોય છે.
  • શનિ રાહુ યા કેતુની સાથે હોય તો તે આત્મહત્યા સુધી કરાવે છે. આવો વ્યકિત આતંકવાદી પ્રવૃત્તિનો હોય છે પરંતુ જો ગુરુ ની દૃષ્ટિ હોય તો સારો યોગ હોય છે.
  • કોઈ સ્ત્રીના જન્મલગ્ન યા નવાંશ લગ્નમાં રાહુ યા કેતુ હોય તો તેનાં બાળકનો જન્મ ઓપરેશનથી થાય છે. આ યોગમાં જો શુભ ગ્રહોની દૃષ્ટિ હોય તો કષ્ટ ઓછું હોય છે.

રાહુ અને કેતુની વચ્ચે જ્યારે બાકીના સાત ગ્રહ આવી જાય છે ત્યારે કાલસર્પ યોગનું નિર્માણ થાય છે. રાહુ, કેતુ અને ભાવની સ્થિતિ અનુસાર આ યોગ ૧૪૪ પ્રકારના હોય છે. આ સઘળું યોગ જો પ્રતિકુળ હોય તો હાનિ, માનસિક, શારીરિક અને આર્િથક કષ્ટ અને જો અનુરૃપ હોય તો લાભ આપે છે.

આમ જાતકની જન્મકુંડળીમાં રાહુ-કેતુની સ્થિતિ તેના ભવિષ્ય નિર્માણની દિશામાં મહત્ત્વપૂણ ભૂમિકા ભજવે છે.