Thursday, June 18, 2009

ચંદ્ર _ MOON

ગ્રહોમાં ચન્દ્ર રાણી છે. પ્રુથ્વીથી ૨ લાખ ૩૮ હજાર માઈલ દૂર છે.તેના દેવતા વરૂણ છે.જ્યોતિષ વિદ્યાનો કારક છે.શ્વેત રંગ પર આધિપત્ય છે.જળ તત્વનો સ્ત્રી ગ્રહ છે.શરીરમાં લોહી પર આધિપત્ય છે.તેનું સ્થાન પાણીનો કિનારો છે.વાયવ્ય દિશાનું સ્થાન છે.તેનૂ રત્ન મોતી છે.સ્વભાવે ચંચળ અને કફ પ્રક્રુતિનો છે.રાત્રિ બલિ છે.કુંડળીમાં ચોથે બળવાન છે અને ચોથા ભાવનો કારક પણ છે.તેની વિશોત્તરી દશા ૧૦ વર્ષ છે.તે એક રાશિમાં સવા બે દિવસ અને એક નક્ષત્રમાં એક દિવસ રહે છે.

લગ્નેશ તરીકે ચંદ્ર ઃ સુંદરતા,મ્રુદુભાષી,શ્વેતવર્ણ,સત્વગુણનો કારક અને સ્ત્રીઓમા આસક્ત વ્યક્તિને સૌથી વધુ અસર કરે છે.તે વિલાસી અને કોમળતા પ્રિય છે.સ્ત્રી સહવાસ નો કારક છે. શરીરમાં લોહી પર આધિપત્ય હોઈ “ચંદ્ર બગડે એટલે લોહી બગડે છે”.ક્લ્પનાશીલતાના કારણે કવિતા-સાહિત્ય,માનસિક નબળાઈ, ગાંડપણ-ઘેલછા, પ્રેમ,ભાવ,હદય,યાત્રા ,વિચાર શૂન્યતા અને વશીકરણ વિ.નો પણ કારક રહે છે.
પ્રસ્તુત લેખમાં આપણે ચંદ્ર સાથેની અન્ય ગ્રહોની યુતિ સંબંધી વિચારણા કરીશું.
ચંદ્રના યુતિ ફળો ઃ
જ્યારે એકથી વધારે ગ્રહો એક જ રાશિમાં હોય ત્યારે સાથે રહેલા ગ્રહો એકબીજા સાથે યુતિ કરે છે એમ કહેવાય છે.જ્યોતિષ ફળકથનમાં આ યુતિ મહત્વનુ સ્થાન ધરાવે છે.યુતિને જ અનુલક્ષીને મહત્વના યોગો-રાજયોગો,ધનયોગો કે દરિદ્ર યોગો બનતા હોય છે.

દા.ત ચંદ્ર-મંગળની યુતિને લક્ષ્મિયોગ કહેવામાં આવે છે જે એક ધનયોગ છે.
ચંદ્ર-ગુરુની યુતિ,પ્રતિયુતિ કે કેન્દ્રયોગને ગજ-કેસરી યોગ કહેવાય છે જે એક સુખ્,સંપત્તિ, યશ અને ઐશ્વર્યનો યોગ છે
તેજ રીતે સૂર્ય-બુધની યુતિ બુધાદિત્ય યોગ કહેવાય છે જે પણ બૌધ્ધિક પ્રતિભાનો શુભ યોગ છે.ભાગ્યેશ-કર્મેશ ની યુતિ ધર્મ-કર્મ રાજયોગ કરે છે.ભાગ્યેશ-ચતુર્થેશ યુતિ ભાગ્ય-વાહન યોગ કરે છે તથા કોઈપણ એક કેન્દ્ર અને એક ત્રિકોણના સ્વામીની યુતિને રાજયોગ કહેવાય છે.
( ૧ ) ચંદ્ર-સૂર્ય યુતિ ઃ સૂર્ય સાથે કોઈપણ ગ્રહની યુતિને આપણા શાસ્ત્રકારોએ જરા જુદી દ્રષ્ટિથી નિહાળી છે કારણકે સૂર્ય સાથે અમુક અંશના અંતરે રહેલા ગ્રહો સૂર્યના તેજથી ઢંકાઈ જાય છે અને અસ્ત થાય છે તેથી આ ગ્રહોની શુભ ફળ આપવાની શક્તિ ક્ષીણ થાય છે. બીજી રીતે કહીયે તો એક પાપ ગ્રહ તરીકે સૂર્ય સાથે કોઈપણ ગ્રહની યુતિ શુભ ફળ આપતી નથી. ચંદ્ર પણ આમાં અપવાદ નથી.
સૂર્ય અને ચંદ્ર ની યુતિ એટલે અમાસ.ભૌતિક દ્રષ્ટિએ તથા શારિરીક તંદુરસ્તીની દ્રષ્ટિએ સુર્ય-ચંદ્રનિ યુતિ શુભ ફળ આપતી નથી.સૂર્ય-ચંદ્રની યુતિવાળા જાતકો સામાન્ય રીતે દૂબળા-પાતળા હોય છે.આંખે કમજોર હોય છે.ચશ્મા પહેરે છે.સાધારણ રીતે આ યુતિમાં જન્મેલા જાતકો અંતર્મુખી હોય છે.બીજા સાથે હળવા-મળવાનુ ટાળૅ છે.તેમનું અંતર્મુખી ( introvert ) વ્યક્તિત્વ તેમને ધાર્મિક અને ઉચ્ચ મનોવ્રુત્તી આપે છે .
આથી વિપરીત, સુર્ય-ચંદ્ર પ્રતિ-યુતિને પૂનમ કહે છે અને તે શુભ ફળ આપે છે. સૂર્ય-ચંદ્ર પ્રતિયુતિમાં જન્મેલા જાતક સાફ દિલના, ખુલ્લા મનના અને બહિર્મુખી ( extrovert ) હોય છે.તેમની તંદુરસ્તી અને વ્યક્તિત્વ પણ પ્રભાવશાળી હોય છે.અન્ય ગ્રહો સાથ આપે તો આવા જાતકો ભૌતિક ક્ષેત્રે સફળતાના શિખરો સર કરી શકે છે.
( ૨ ) ચંદ્ર-મંગળ યુતિ ઃ ચંદ્ર-મંગળની યુતિને લક્ષ્મીયોગ કહે છે.પરાક્રમ અને પુરુષાર્થના ગ્રહ મંગળ સાથે ચંદ્રની યુતિ હોય ત્યારે જાતક પ્રવ્રુતીમય બની પ્રગતિ કરે છે અને લક્ષ્મી સંપાદન કરે છે. ખાસ કરીને કર્ક,મકર અને વ્રુશ્ચીક રાશિમાં ચંદ્ર-મંગળ યુતિ લક્ષ્મી યોગ કરે છે.જોકે માનસિક દ્રષ્ટિએ આ યુતિ શુભ ફળ્ આપતી નથી.ચંદ્ર-મંગળની આ યુતિમાં કેટલીક વાર મંગળના દુર્ગુણૉ જેવા કે ક્રોધ,નિષ્ઠુરતા,અહંભાવ જાતકમાં આવી જાય છે.ગુસ્સાનુ પ્રમાણ વધારે હોઈ જાતક ક્યારેક સામેની વ્યક્તી સાથે કઠોર વચનો કે બેદરકારી ભર્યુ વર્તન દાખવી સંબંધો બગાડે છે અને પાછળથી પસ્તાય છે .૬ઠ્ઠે ,૮મે કે ૧૨મે ચંદ્ર-મંગળની યુતિ શારિરીક તંદુરસ્તી માટે શુભ ફળ આપતી નથી.
(ભાવના ૩ ) ચંદ્ર-બુધ યુતિ ઃ વાણી તથા બુધ્ધિના કારક બુધ સાથે ચંદ્રની યુતિ શુભ ફળ આપનાર મનાય છે. આ યુતિવાળા જાતકો પ્રેમાળ અને લાગણીશીલ હોય છે.મીઠી વાણી બોલનાર,પ્રેમ અને વિવેકથી વાત કરનાર ,ધાર્મિક અને બૌધ્ધીક કાર્યોમાં રૂચી રાખનાર હોય છે.અભ્યાસ અને ભાષા પ્રત્યે તેમને વિશેષ લગાવ હોય છે.સાહિત્ય ક્ષેત્રમાં પ્રગતિની સંભાવના હોય છે.
અત્રે એ યાદ રાખવું જરૂરી છે કે ચંદ્ર અને બુધ બંને ગ્રહો બીજા ગ્રહોની અસરમાં જલ્દી આવી જાય છે તેથી જ્યારે અન્ય ગ્રહો સાથે સંબંધ હોય ત્યારે તેમનું ફળ વિશેષ મહત્વનું છે.બીજુ બંનેનું વ્યક્તિત્વ વિરોધાભાસી છે.ચંદ્ર, બુધને મિત્ર માને છે તો બુધ , ચંદ્રને શત્રુ ગણે છે.ચંદ્ર એ મન છે અને બુધ એ બુધ્ધી છે. એટલે આ બંને ગ્રહો જ્યારે અશુભ સંબંધમાં આવે છે ત્યારે બૌધ્ધિક કે માનસિક નબળાઈ સૂચવે છે અને મનોરોગ થવાની સંદર્શાવે છે.
( ૪ ) ચંદ્ર-ગુરુની યુતિ ઃગુરુ એક શુભ ગ્રહ છે અને કોઈપણ ગ્રહ સાથે તેની યુતિ તે ગ્રહના શુભ ફળમાં વ્રુધ્ધી કરે છે.ચંદ્ર-ગુરુ કે ચંદ્ર-શુક્ર યુતિ ગૌર વર્ણ અને આકર્ષક વ્યક્તિત્વ આપે છે.શરીર સ્થૂળ હોવાની શક્યતા છે.આ યુતિને જ્યોતિષશાસ્ત્રમાં ગજ-કેસરી યોગ કહે છે.આ યુતિવાળા જાતકો બુધ્ધિમાન,વ્યવહાર કુશળ અને ધનવાન થાય છે.કુટુંબમાં મુખ્ય અને શત્રુજીત હોય છે.ગુરુ સાત્વિક હોઈ આવા જાતકો દયાળુ, ક્ષમાવાન,ધાર્મિક અને વડીલોને માન આપનાર હોય છે.સુખ-દુઃખમાં સમાન રીતે રહિ શકે છે.શાસ્ત્રમાં ચંદ્ર-ગુરુ યુતિ ઉપરાંત પ્રતિયુતિ કે કેન્દ્રયોગને પણ ગજ-કેસરી યોગ કહ્યો છે.આ યોગ દરેક પ્રકારના સુખ,સમ્રુધ્ધી અને સફળતા આપે છે.

( ૫ ) ચંદ્ર-શુક્ર યુતિ ઃ શુક્ર કળા, સૌંદર્ય અને ભોગ-વિલાસનો ગ્રહ છે. ચંદ્ર-શુક્રની યુતિ જાતકને ન્રુત્ય,સંગીત,અભિનય-ચિત્ર-શિલ્પ જેવી કલાઓમાં રસ અપાવે છે.આવી યુતિવાળા જાતકો ગૌર વર્ણ તથા આકર્ષક ચહેરો ધરાવે છે.આધુનિક ફેશન મુજબ વસ્ત્ર પરિધાન એ તેમની વિશેષતા છે.આકર્ષક દેખાવુ અને બીજાને પોતાના તરફ આકર્ષવુ એ તેમનો શોખ છે.રેડિયો,ટીવી,સિનેમા શોખીન તથા જ્યાં ફેશનેબલ સ્ત્રી-પુરુષો આવતા હોય તેવા બાગ-બગીચા અને મનોરંજક સ્થળૉ તેમના સમય પસાર કરવાના સ્થળો છે.
ચંદ્ર-શુક્ર પરસ્પર શત્રુ હોવા છતાં બંને જળતત્વના હોઇ તથા બંનેની ગુણ-પ્રક્રુતિમાં થોડી સમાનતા હોઈ ચંદ્ર-શુક્રની યુતિ-પ્રતિયુતિ શુભ ફળ આપે છે.

( ૬ ) ચંદ્ર-શનિ યુતિ ઃ બધા ગ્રહોમાં શનિ ચંદ્ર કે સૂર્ય સાથે સૌથી વધારે અશુભ ફળ આપે છે.ચંદ્ર અને શનિ પરસ્પર શત્રુ છે.શનિ નૈસર્ગિક પાપગ્રહ છે.તમોગુણી છે તેથી ચંદ્ર-શનિ યુતિવાળા જાતકો ડરપોક અને શંકાશીલ હોય છે.ઈર્ષા અને સંકુચિતતા તેમના સ્વભાવમાં હોય છે.અનિર્ણાયક સ્થિતિ તેમની પ્રગતિમાં રૂકાવટ બને છે.આવા જાતકો માનસિક તથા શારિરીક બંને દ્રષ્ટિએ નાદુરસ્ત રહે છે.શરદી-સળેખમ,કફ,દમ, તથા હાંફ જેવી બીમારીઓનો ભોગ બને છે.કોઈપણ કાર્ય સરળતાથી કરી શકતા નથી કારણકે તેમને નિર્ણય લેવામાં વાર લાગે છે.
( ૭ ) ચંદ્ર-રાહુ/કેતુ યુતિ ઃ રાહુ -કેતુ જે રાશિમાં હોય તે રાશિના સ્વામિ જેવુ કે જે ગ્રહ સાથે હોય તે ગ્રહના ફળ જેવુ ફળ આપે છે.સામાન્યતઃ રાહુ-કેતુ જે સ્થાનમાં હોય કે જે ગ્રહ સાથે હોય તેનું અશુભ કરે છે.આમ છતાં રાહુ ભૌતિક દ્રષ્ટિએ અને કેતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ શુભ ફળ આપતા મનાય છે
ચંદ્ર સાથે રાહુ હોય અને કેન્દ્રમાં આ યુતિ થતી હોય તો જાતકને જીવનમાં સારી સફળતા આપે છે.વ્યક્તિત્વ પણ પ્રભાવશાળી હોય છે. જો કે આવી યુતિ ૬,૮ ૧૨ જેવા દુઃસ્થાનોમાં અશુભ ફળ આપે છે.કેતુ મોક્ષકારક ગણવામાં આવે છે.૧૨ મે કેતૂ મોક્ષ અપાવે છે એમ કહેવાય છે.જો કે ભૌતિક દ્રષ્ટિએ રાહુ જે સ્થાનમાં હોય તે સ્થાનનું અને જે ગ્રહ સાથે હોય તે ગ્રહના ભાવાધિપત્યનું અશુભ જ કરે છે એટલે ચંદ્ર-કેતૂ યુતિ પણ અશુભ ફળ દાતા છે.

No comments:

Post a Comment