Saturday, November 13, 2010

જયોતિષ- કર્મ સિધ્ધાંત




‘શાસ્ત્રો પોકારીને કહે થવાનું હોય તે થાય,
ભાવિ આગળ કોઈનુ ચાલે નહિ જરાય ‘


સંસારમાં કોઈ કરોડપતિ છે તો કોઈ ભિખારી. જ્યાં ધન-સંપતિની સોળો ઉડે છે ત્યાં ખાનાર નથી. અર્થાત શેર માટીની ખોટ છે અને જેને ઘરે ખાનારનો તોટો નથી , ત્યાં શેર અનાજના વાંધા પડે છે.ધન,સંપતિ,મકાન,વાહન,પુત્ર-પરિવાર..બધુ હોય ત્યાં ભોગવનાર શરીરસુખ ના હોય અને હોય તો સંતતિ દુરાચારી પાકે, જેથી જીવનમાંથી સુખ-શાંતિ ચાલી જાય. જગતમાં જયાં જૂઓ ત્યાં વિષમતા દેખાય છે. કોઈ સુખી છે તો કોઈ દુઃખી છે.માણસનું ધાર્યુ બધુ થતુ નથી. પરંતુ ધારણા કરતા જ્યારે વિપરિત બને છે ત્યારે વિચારવુ પડે છે કે આમ કેમ ?


માનવ માત્ર પ્રક્રુતિને વશ થઈને કર્મ કર્યા સિવાય રહી શકતો નથી. જેથી જેવુ વાવશો તેવુ લણશો.પરિણામે વાવેતર બાવળનુ કર્યુ તો બાવળ જ મળે આંબો કેરી નહી. પરિણામે સમય સાથે જે તે ફળ અવશ્ય મળે છે.

કર્મના ત્રણ પ્રકાર છે.
૧ ક્રિયામાણ ૨ સંચિત અને ૩ પ્રારબ્ધ
૧ ક્રિયામણ..વર્તમાન જન્મમાં જે કર્મ કરવામા આવે તે ક્રીયામાણ કહેવાય.
૨ સંચીત કર્મ.. ફળ આપ્યા સિવાયના જે કર્મો રહી ગયેલા હોય તે સંચિત કર્મ કહેવાય.
૩ પ્રારબ્ધ કર્મ.. જે ગત જન્મમાં સંચિત થયેલ કર્મો ભોગવવા દેહ ધારણ કરવો પડે છે. જેના ફળ આ જન્મે ભોગવવાના છે તે ગયા જન્મના કર્મને પ્રારબ્ધ કર્મ કહે છે.

પરિણામે નક્કી થાય છે કે માણસ માત્ર પોતે પોતાનું ભાગ્યનું નિર્માણ કરેછે. અંગ્રેજીમાં કહેવત છે,
“‘Beauty weeps and Fortune enjoys ”. – ‘ રૂપાળી રડે અને કરમની ખાય ‘ તે યથાર્થ છે.
પૂર્વા જન્મમાં કરેલા શુભાશુભ કર્મોનુ ફળ આ જન્મમાં પ્રત્યેક માણસ ભોગવે છે જેને આપણે પ્રારબ્ધ, નસીબ યા ભાગ્ય કહીયે છે. ખરેખર ‘ ‘Those who smile on Saturday, will weep on Sunday’. આમ હસવુ કે રડવું તે આપણા કર્મનુ જ ફળ છે.

જ્યોતિષ શાસ્ત્રની મદદથી પૂર્વ જન્મમાં કરેલ શુભાશુભ કર્મોની જાણકારી પ્રાપ્ત થાય છે.જેથી જન્મ-કુંડળી એ માણસના કર્મના ફળોનો નિર્દેશ કરે છે. જેમ ભૂતકાળ બદલી શકાતો નથી તેમ અપરાધ કરનાર તથા વારંવાર ગુના કરનારને ન્યાયધીશ પણ ગમે તેટલી વિનંતીઓ કરવા છતાં માફ કરતો નથી તેમ પ્રભુ પણ માફ કરતો નથી.
જેથી જે વ્યક્તિની કુન્ડળીમાં લગ્ન સ્થાને કે ચંદ્ર ઉપર ગુરૂ યા ભાગ્યેશની દ્રષ્ટિ હોતી નથી તેવી વ્યક્તી ગમે તેટલી શાંતી કે હવન કરાવે તો પણ ખરાબ ફળ અવશ્ય ભોગવવા પડે છે.
તેથી જ કહેવત છે કે
‘ સમય સમય બળવાન, નહિ મનુષ્ય બળવાન
કાબે અર્જૂન લૂંટીયો, વહી ધનુષ વહી બાણ. ‘

આમ જ્યોતિષ શાસ્ત્ર માનવીને પોતાના કર્મોના શુભાશુભ ભંડારની જાણકારી આપીને જીવનને યોગ્ય રીતે પુરુષાર્થ કરવાની પ્રેરણા આપનાર દિવ્ય શાસ્ત્ર છે. જેથી ભાવિની જાણકારી હોય તો માનવી ગ્રહો અને પ્રભુને પણ વશ કરી શકે તેમાં શંકા નથી.
જો આ શાસ્ત્રના પ્રચાર, પ્રસાર અને વિકાસ અંગે દરેક પોતાની સંપત્તિનો થોડોક પણ સદ્વ્યય કરે તો જ્યોતિષશાસ્ત્રનો હાસ થતો અટકશે અને પ્રાચિન ભારતના આ દિવ્ય શાસ્ત્રના ઉધ્ધારની સેવાનું અમૂલ્ય ફળ પ્રાપ્ત થશે.

No comments:

Post a Comment