Friday, July 17, 2009

પ્રેમયોગ અને પ્રેમ-વિવાહ


અઢી અક્ષરનો શબ્દ ” પ્રેમ”, શબ્દકોષ તથા જીવનમાં સૌથી વધુ રૂપાળૉ અને મોહક છે. તેથી જ પ્રસ્તુત શિર્ષક ખૂબ જ ‘રોમાન્ટીક” છે અને તેથી સહુ કોઈ પરિચીત અને રોમાંચીત પણ છે. આમ તો પ્રેમના અનેક પ્રકાર છે જેમકે ભાત્રુ-પ્રેમ,ભાત્રુ-ભગિની પ્રેમ,મિત્ર-પ્રેમ,સંતાન-માબાપનો પ્રેમ, પતિ-પત્ની પ્રેમ, પ્રાણી-પ્રેમ..વિ.વિ..

આ પ્રેમની સૌને ઝંખના અને થોડી-વધુ માત્રાનો સૌને પણ અનુભવ છે ! જોકે આ પ્રેમ વગર , માનવી પશુ સમાન છે એ વાતથી પણ આપણૅ સૌ વાકેફ છે.
અત્રે આપણે જાતકની જન્મ-કુંડળીમાં કેવા પ્રકારના ગ્રહો હોયતો ક્યા જાતક્ને ” કુછ કુછ હોતા હૈ” વાળો સામાન્ય પ્રેમ તથા કોને દિવ્ય-પ્રેમ સંભવે અને આ પ્રેમ પરિણયમાં ક્યારે સંભવે તથા કેવા ગ્રહો હોયતો પ્રેમ-કહાની નિષ્ફળ યા તો એક્તરફી સંભવે તેની શક્યતાની જ્યોતિષ-શાસ્ત્રના માધ્યમથી માર્ગદર્શન મેળવવા કોશિષ કરીયે


( ૧ ) – જો જાતક્ની જન્મકુંડળીમાં પ્રથમ સ્થાને રાહૂ હોયતો જીવનમાં પ્રેમ પ્રસંગોની તકો યા યોગ ઊભા થાય.
( ૨ )- જો જાતક્ની જન્મકુંડળીમાં ૧લુ,૫મું,૭મુ તથા ૯મુ સ્થાન અરસપરસ સંબંધમાં હોય તો પ્રેમ-યોગ બને.
( ૩ )- જન્મકુંડળીમાં પ્રથમ સ્થાન એ જાતક્નુ સ્વ સ્થાન છે, ૫મું સ્થાન પ્રણય-સ્નેહનું સ્થાન છે,તથા ૭મું સ્થા તે વિવાહ-સ્થાન કહેવાય છે. આ ત્રણેય સ્થાનોમાં જો મંગળ-શુક્ર કે મંગળ-ચંદ્રની યુતી કે દ્રષ્ટિ હોયતો પ્રેમ પરિણયમાં સંભવે.
( ૪ )- જો જાતકની જન્મકુંડળીમાં મંગળ ૫મે કે પંચમેશની યુતિમાં હોય કે ૭મે અથવા સપ્તમેશની યુતિમાં હોય તો પણ પ્રેમ યોગ બને.
( ૫ )-જો શુક્ર લગ્ને કે લગ્નેશ સાથે કે ૭મે અથવા સપ્તમેશની યુતિમા હોય તો પણ પ્રેમ યોગ સંભવે.
( ૬ )- જન્મકુંડળીમાં મંગળ-શુક્ર કે મંગળ-ચંદ્રની દ્રષ્ટિ/યુતિ હોય તો પણ પ્રેમ કરાવે.
( ૭ )- જન્મકંડળીમાં ૧૨મે મીન રાશિના શુભ શુક્રનો, ચંદ્ર સાથેનો યુતિ/દ્રષ્ટિ સંબંધ જાતકને દિવ્ય-પ્રેમ કરાવે.

( ૮ )- જન્મકંડળીમાં પંચમેશ અને સપ્તમેશનો પરિવર્તન યોગ હોય તો પણ પ્રેમ, વિવાહ મંડપ સુધી પંહોચે.
( ૯ ) -જો જાતકની જન્મકુંડળીમાં ૫મે કે ૧૧મે મંગળ અને શનિ ની યુતિ હોય તો ” લવ એટ ફર્સ્ટ સાઈટ” યાને કે ” પ્રથમ દ્રષ્ટિએ પ્રેમ સંભવે “




ક્યારે પ્રેમમાં નિષ્ફળતા ક્યારે વિઘ્ન ?
( ૧ )- જાતકની જન્મકુંડળીમાં પ્રથમ સ્થાને, ૫મે કે ૧૧મે શની-રાહુ દ્રષ્ટિ/યુતિ સંબંધ હોય તો પ્રેમમા વિઘ્ન આવે.
( ૨ )- જન્મકુંડળીમાં ૧૧માં સ્થાને/લાભ સ્થાને કોઈ પાપ ગ્રહની અસર હોય તો પણ પ્રેમ , વિવાહમાં ના પરિણામે.
( ૩ )-જન્મકંડળીમાં ચંદ્રથી ૨જે શની હોય તો પણ એક સંબંધ અધૂરો રહે કે વિઘ્ન આવે.


No comments:

Post a Comment