Friday, July 17, 2009

સાતમે રાહુ ફળ

સ્ત્રી કે પુરુષની જન્મકુંડળીમાં ૭મા ભાવે રાહુ હોય તો કેવું ફળ આપે ? અને ૭માં ભાવે કઈ રાશીમાં રાહુ કેવુ ફળ આપે ? તે અહીં વિચાર્યુ છે.

૧ સાતમે એકલો રાહુ હોય તો એક સંબંધ અધૂરો રહે અને બીજો સંબંધ થાય.
૨ સાતમે ગુરૂ-રાહુ યુતિ હોય તો દાંપત્ય જીવન નિર્બળ થાય.
૩ સાતમે શુક્ર-રાહુ યુતિથી પરન્યાતિમાં લગ્ન થાય, ચરિત્ર્ય નબળુ થાય.
૪ સાતમે સૂર્ય-રાહુ યુતિ હોય તો બે સંબંધ થાય.
૫ સાતમે ચંદ્ર-રાહુ યુતિથી અસાધ્ય રોગ સંભવે.
૬ સાતમે શનિ-રાહુ યુતિ હોય તો મોટી ઉંમરે લગ્ન થાય-મોટી ઉંમરના સાથે લગ્ન થાય.
૭ ચંદ્ર રાશિમાં રાહુ હોય કે ચંદ્ર-રાહુ યુતિ હોય તો પરદેશગમન થાય.
૮ સાતમા સ્થાનનો સ્વામી જો અશુભ હોય તો પણ લગ્ન-જીવન કે ભવીષ્યમાં તકલીફ સંભવે.


હવે આપણે સાતમા ભાવે કઈ રાશીનો રાહુ કેવુ ફળ આપે તે જોઈયે.
મેષનો રાહુ ઃ ક્રોધી,સાહસિક,અસાધ્ય દર્દ.
વ્રુષભનો રાહુ ઃ ચરિત્ર્ય નબળુ.
મિથુનનો રાહુઃ બે સંબંધ કરાવે.
કર્કનો રાહુ ઃ નાની ઉંમરની વ્યક્તિથી સંબંધ કરાવે.
સિંહનો રાહુ ઃ પ્રભાવશાળી વ્યક્તિત્વ આપે.
કન્યાનો રાહુ ઃ બે સંબંધ કરાવે.
તુલાનો રાહુ ઃ પરન્યાતમાં બે સંબંધ.
વ્રુશ્ચિકનો રાહુ ઃ અપમ્રુત્યુ કે અસાધ્ય રોગ.
ધનનો રાહુ ઃ લગ્નમાં વિઘ્ન, સામેનુ પાત્ર ઠીંગણૂ હોય.
મકર અને કુંભ નો રાહુ ઃ મોટી ઉંમરની વ્યક્તિથી સંબંધ.
મીનનો રાહુ ઃ ધાર્મિક બનાવે

No comments:

Post a Comment