Tuesday, July 26, 2011

નવગ્રહ સંબંધિત રોગ અને રોગ નિવારણ

માનવ જીવન પર નવગ્રહોની સારી-નરસી અસરો પંચતત્ત્વો અને ત્રણ પ્રકૃતિનો (કફ-વાયુ-પિત્ત) દોષ ઊભો કરે છે.


* જન્મકુંડળીમાં સૂર્ય તુલા, કુંભ રાશિમાં હોય અથવા સૂર્ય શનિની દૂષિત અસરોમાં હોય તો તાવ, વાઇ, માથાનો દુખાવો, આંખો અને હૃદયની તકલીફો, પિત્તપ્રકોપ, ક્ષય થાય છે.

* ચંદ્રમા ભેજવાળો ઠંડો ગ્રહ છે. ચંદ્ર જન્મકુંડળીમાં નિર્બળ બને કે વૃશ્વિક, મકર રાશિમાં હોય અગર ચંદ્ર રાહુ-શનિ સાથે હોય તો જાતકને શરદી, ન્યુમોનિયા, ટાઢિયો તાવ, રક્ત અલ્પતા, રકતવિકાર, પીળિયો, પાણીજન્ય રોગ થાય છે.

* જન્મકુંડળીમાં મંગળ દૂષિત થાય ત્યારે પિત્તના દોષ ઉત્પન્ન કરે છે. પિત્તના કારણે તાવ, એસિડિટી, લોહીનું ઊંચું દબાણ, હિમોગ્લોબીનની ઊણપ ઉદભવે છે. મંગળ બગડે ત્યારે અંગ ભંગ, અકસ્માત, ઓપરેશન, અગ્નિનો ભય અને ઝેરથી મૃત્યુ ઉપરાંત શસ્ત્રનો ભય રહે છે.

* * જન્મકુંડળીમાં બુધ મીન રાશિમાં હોય અગર મંગળ-રાહુ - શનિ સાથે હોય ત્યારે બુધ ત્રણેય દોષ ઉત્પન્ન કરે છે. બુધના દોષથી માનસિક રોગ, બુદ્ધિવિકાર, ગાંડપણ, ત્વચા રોગ, ખૂજલી, ખરજવું, ટાઇફોઇડ, કોઢ, સફેદ દાગ, ન્યુમોનિયા, મગજનો તાવના રોગ કરે છે.

* ગુરુ નિર્બળ હોય તો કફપ્રધાન રોગ, મધુમેહ, માનસિક અસ્થિરતા, શરીર પર બિનજરૂરી ચરબી, જ્ઞાનની અલ્પતા વગેરે પરિસ્થિતિનું જીવનમાં નિર્માણ કરે છે. જન્મકુંડળીમાં ગુરુ, રાહુ, કેતુ સાથે હોય અગર કન્યા, મિથુન, વૃષભ, તુલા રાશિમાં હોય ત્યારે .

* જન્મકુંડળીમાં શુક્ર વાયુ અને કફ એમ બંનેના દોષ કરે છે. જન્મકુંડળીમાં શુક્ર મેષ-વૃશ્વિક રાશિમાં હોય અગર શનિ-રાહુ સાથે હોય ત્યારે બહેરાશ, ગુપ્તાંગોના રોગ, પથરી, ડાયાબિટીસ, ગિઠયા વા કરે છે. .

* શનિ વાયુપ્રધાન ગ્રહ છે. જન્મકુંડળીમાં શનિ દૂષિત થાય ત્યારે સાંધાના દુખાવા, ગેસ, નસોની બીમારી, પગમાં પીડા અને કષ્ટદાયક વ્યાધિ ઉત્પન્ન કરે છે.

* રાહુ-કેતુ જન્મકુંડળીમાં દૂષિત થાય છે ત્યારે ગૂમડાં-ફોડા, અગમ નિગમ રોગ, અજાણ્યા રોગ, ભોજનમાં વિષ પ્રદૂષણના રોગ, સર્પ દંશ, ભૂતપ્રેતની પીડાના રોગ થાય છે.

No comments:

Post a Comment