વૃષભ રાશિમાં ગોચરના ગુરુનું જન્મકુંડળીના બાર સ્થાનોમાં પરિભ્રમણ અને તેનું વિવિધ શુભ ફળ~2012
જ્યોતિષનો સૌથી મોટો ગ્રહ, ગુરુ હવે પોતાના દુશ્મનની રાશિમાં આવી ગયો છે. કાલે બપોરમાં એટલે કે 17-5-2012ના ગુરુએ રાશિ બદલી લીધી છે અને હવે શુક્રની રાશિમાં આવી ગયા છે. જ્યોતિષમાં ગુરુને ભાગ્યના કારક ગ્રહ માનવામાં આવે છે. આમ તો ગુરુ, શુક્રની રાશિમાં લગભગ સાત વર્ષ પહેલા આવ્યો હતો પણ વૃષભ રાશિમાં 13 વર્ષ પહેલા આવ્યો હતો. રાશિફળથી જાણો આ મોટી ઘટના આપ પર કેવી અસર થશે.
.સામાન્ય સંજોગોમાં ગુરુ ભગ્યે જ અશુભ ફળ આપતો હોય છે.તે જે સ્થાનમાંથી પસાર થાય છે તે સ્થાનના ફળની વ્રુધ્ધિ કરે છે-અને જ્યાં તેની દ્રષ્ટિ પડે છે તે સ્થાનના શુભ ફળની વ્રુધ્ધિ કરે છે.
પ્રથમ સ્થાન ઃ જાતક્ની કુંડળીમાં પ્રથમ સ્થાનમાંથી પસાર થતો ગુરુ જાતકમાં ઉત્સાહનો સંચાર કરે છે.તેની જીવનશક્તિમાં વધારો કરે છે.તેની તંદુરસ્તીમાં આ સમયમાં સાર થાય છે.તેની પાંચમાં સ્થાન ઉપરની શુભ દ્રષ્ટિ સંતાન અંગે શુભ સમાચાર લાવે છે.નવમા સ્થાન ઉપરની દ્રષ્ટિ ભાગ્યમાં વ્રુધ્ધિ કરે છે.આ ગુરુનિ સાતમા સ્થાન ઉપરની દ્રષ્ટિથી લગ્નજીવનમાં સંવાદિતા આવે છે.
દ્વિતિય સ્થાન ઃ જાતકના જીવનમાં ગોચરનો ગુરુ બીજા સ્થાનમાંથી પસાર થતાં નાણાંકીય પરિસ્થિતિ મજબુત બને છે. આ ગુરુની દ્રષ્ટિ છઠ્ઠા અને આઠમાં સ્થાનમાં પડતાં રોગ-શત્રુઓના ઉપદ્રવમાં ઘટાડો થાય છે.ઘરમાં-કુટુંબમાં કોઈ ધાર્મિક-આનંદરૂપ પ્રસંગની ઉજવણી થાય છે.
ત્રુતીય સ્થાન ઃ ત્રીજા પરાક્રમ સ્થાનમાંથી પસાર થતો ગુરુ જાતકના જીવનમાં ઉત્સાહ-જોમ-જોશમાં વધારો કરે છે.લાભદાયી-આનંદદાયી મુસાફરી થાય છે.પરદેશ જોડે કામ કરવાની કોઈ નવીન તક સાંપડે છે. આ ત્રીજે રહેલા ગુરુની ભાગ્યસ્થાન અને સાતમાં સ્થાન ઉપરની દ્રષ્ટિ ભાગ્યવ્રુધ્ધિ અને લગ્નજીવનમાં સંવાદિતા લાવે છે.
ચતુર્થ સ્થાન ઃ જાતકની કુંડળી ના ચોથા- સુખસ્થાન ઉપરથી ગોચરનો ગુરુ પસાર થાય ત્યારે માતા-કૌટુંબીક બાબતો માટે અગત્યના બનાવો બને છે. આ સમયમાં મકાન-મિલ્કત માટે શુભ નિર્ણયો લેવાય છે.વ્રુધ્ધ માતાની તબિયતમાં સુધારો વર્તાય છે. ચોથા ગુરુની આઠમા અને દસમાં સ્થાનમાં પડતી દ્રષ્ટિ જાતક્ને આધ્યાત્મિક જીવન પ્રત્યે દોરે છે તથા તેના કર્મમાં સફળતા આપે છે.
પંચમ સ્થાન ઃ જાતકની કુંડળીમાં પાંચમાં સ્થાન /ભાવમાંથી ગુરુનું પસાર થવું ઘણુ જ શુભ મનાયું છે.પાંચમાં- ત્રિકોણ-સ્થાનમાંથી પસાર થતો ગોચરનો શુભ ગુરુ અચાનક શેર-સટ્ટા-લોટરી જેવાં કામોમાં લાભ અપાવે છે.સંતાનો પોતાના કામમાં પ્રગતિ કરે છે- જાતકના જીવનમાં નવા ઉષ્માભર્યા સંબંધોની શરૂઆત-વિકાસ થાય છે.
છઠ્ઠુ સ્થાન ઃ જાતકની કુંડળીના છઠ્ઠા સ્થાનમાંથી પસાર થતો ગુરુ શત્રુઓ સાથેના સંબંધોમાં થોડી હળવાશ લાવે છે.મોસાળ પક્ષમાંથી કોઈ સારા સમાચાર લાવે છે.ગુરુની કર્મસ્થાન ઉપરની દ્રષ્ટિ નોકરી-ધંધામાં નવીન તક ઊભી કરાવે છે અને ૧૨માં સ્થાન /વ્યય સ્થાન ઉપરની દ્રષ્ટિ ઘરમાં શુભ પ્રસંગોની -ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરાવે છે.
સપ્તમ સ્થાન ઃ સાતમાં સ્થાનમાંથી ગોચરના ગુરુનું ભ્રમણ લગ્નવયના જાતકો માટે લગ્ન-વિવાહ યોગ પેદા કરે છે.આ સમય દરમ્યાન લગ્ન-ભાગીદારી જેવા સંબંધોમાં સંવાદિતા આવે છે.ગુરુની અગિયારમા સ્થાન ઉપરની દ્રષ્ટિથી મિત્રો મદદગાર નીવડે છે અને મિત્રો થકી નવીન તક મળી જાય છે.
આઠમું સ્થાન ઃ આઠમાં સ્થાનમાંથી પસાર થતો ગુરુ જાતકના જીવનમાં આધ્યાત્મિકતા લાવે છે. વીલ-વારસા કે ભાગીદારીમાં અચાનક લાભ અપાવે છે.આ સ્થાનનો શુભ ગુરુ જાતકોને ગૂઢવિદ્યા તરફ રસ પેદા કરાવે છે.આ સ્થાનમાંથી ગુરુની બીજા સ્થાન ઉપરની દ્રષ્ટિ આ સમય દરમ્યાન જાતકોની નાણાંકીય પરિસ્થિતિ સારી રાખે છે.
નવમું સ્થાન ઃ નવમા-ભાગ્યસ્થાન ઉપરથી પસાર થતો ગુરુ અત્યંત શુભફળ આપનાર નીવડે છે. આ સમય દરમ્યાન જીવનમાં પ્રગતિની ઘણી નવીન તકો પ્રાપ્ત થાય છે. લાંબી-આનંદદાયક મુસાફરીનો યોગ સર્જાય છે.
દસમું સ્થાન ઃ દસમાં-કર્મસ્થાનમાંથી પસાર થતો ગુરુ જો બીજા શુભ ગ્રહો સાથે શુભ સંબંધમાં આવે તો જાતકના કર્મને ભાગ્યમાં પલટી નાંખે છે. પુરુષાર્થની નવીન દિશા સાંપડે છે.જાહેર- જીવનમાં રહેલા જાતકોને સત્તા-મહત્તા સાંપડે છે.
અગિયારમું સ્થાન ઃ અગિયારમાં-લાભ સ્થાનમાંથી પસાર થતો ગુરુ જાતકના જીવનમાં રોનક લાવી દે છે.આ સમયમાં અનેક લાભદાયી-આનંદદાયી પ્રસંગો બને છે.મિત્રો અણધારી મદદે આવી જાય છે. આ સમયમાં ભાગીદારો-મિત્રો ઘણો શુભ ભાગ ભજવે છે.
બારમું સ્થાન ઃ જાતકની જન્મકુડળીના બારમાં-વ્યય સ્થાનમાંથી પસાર થતો ગુરુ જાતકના જીવનમાં શુભ ખર્ચાઓ કરાવે છે.આ સમયમા જાતકને તેના જીવનના ધ્યેયની ઝાંખી થાય છે.આ બારમા ગુરુની આઠમા અને ચોથા સ્થાન ઉપરની તેની શુભ દ્રષ્ટિ અનુક્રમે વીલ-વારસાથી લાભ કરાવે છે તથા વ્રુધ્ધ માતાની તબિયતમાં સુધારો કરાવે છે.
તદ્ઉપરાંત આ ગોચરનો ગુરુ જ્યારે જન્મના ચંદ્ર ઉપરથી પસાર થાય ત્યારે જીવનમાં શાંતિ આપે છે. જો આ ગુરુ જન્મના શુભ સૂર્ય ઉપરથી પસાર થાય તો જીવનમાં કીર્તિ-સત્તા-મહત્તા મળી આવે છે.કોઈપણ જાતકના જીવનમાં આ સમય દરમ્યાન વસંતનો શુભ અનુભવ થઈ જાય છે.આજ પ્રમાણે જન્મના શુક્ર,બુધ-મંગળ-શનિ ઉપરથી ગુરુનુ ભ્રમણ મોટેભાગે શુભ પુરવાર થાય છે.
આજ પ્રમાણે જે તે દેશ કે રાજ્યની કુંડળીમાંથી ગુરુનું ભ્રમણ શરૂ થતાં જે તે દેશ કે રાજ્યની અચૂક પ્રગતિ થાય છે-નકારાત્મક બળો સાવ નિર્બળ બની જાય છે.
email id : astrologerhimanshu4u@hotmail.com.