Tuesday, June 8, 2010


મંગળદોષના અપવાદ

સામાન્ય રીતે વર કે કન્યાની કુંડળીમાં લગ્ને બીજે, ચોથે, સાતમે, આઠમે મંગળ હોય તો આપણે મંગળદોષ માની લઈએ છીએ અને તેના નિવારણ અર્થે વિધિ-વિધાનો તથા અનેક પ્રકારની માનસિક ચિંતાઓથી કે દબાણોથી આવરિત થઈએ છીએ પણ કુંડળીમાં મંગળદોષ દેખીતી રીતે થયો હોવા છતાં તે દોષ સ્વતઃ નાબૂદ થઈ જાય છે. આથી મંગળદોષ જોવાની સાથે દોષના ભયથી ભયભીત થવું જરૃરી નથી પણ આગળ ચાલીને વિચાર કરવો જોઈએ કે આ દોષનું કોઈ ને કોઈ કારણે નિરાકરણ તો થયેલ નથી ને ? આપણા આદ્ય જ્યોતિષ દૈવજ્ઞાોએ આ માટે કેટલાંક સૂત્રો અને સૂચનો માર્ગદર્શન અર્થે ઉપલબ્ધ કરાવ્યાં છે.

(૧) "જામિત્રે ચ યદા સૌરી ર્લગ્ને વા હિબુકે તથા
દ્વાદશે નિધને વાપિ ભૌમ દોષો ન વિદ્યતે."

આ સૂત્રનો અર્થ થાય છે કે જે જન્મકુંડલીમાં મંગળદોષ થયો હોય તે વ્યક્તિની કુંડળીમાં જો ૧-૪-૭-૮-૧૨ સ્થાનમાં શનિ હોય તો મંગળદોષનો સહજ રીતે નાશ થાય છે.

(ર) "શનિ ભૌમોડથવા કૃશ્વિત પાપો વા તાદશો ભવેત્
તેષ્વેવ ભવનેષ્વૈવ ભૌમ દોષ વિનાશકૃત."

કન્યાની કુંડળીમાં જે જગ્યાએ મંગળદોષ થયેલો હોય તે ભાવે કે સ્થાને વરની કુંડળીમાં પ્રબળ ગ્રહ બેઠેલા હોય તો કન્યાના મંગળનો દોષનો નાશ થાય છે.

(૩) જો દોષિત મંગળ વક્રી, નીચ રાશિનો, અસ્ત રાશિનો, મિથુન રાશિનો કે કન્યા રાશિનો થઈને ૧-૪-૭-૮-૧૨ સ્થાનોમાં હોય તો મંગળ દોષિત ગણાતો નથી.

(૪) જન્મકુંડળીમાં થયેલો દોષિત મંગળ લગ્ન ભાવે સ્વક્ષેત્રી કે ઉચ્ચના ગુરુ કે શુક્રની ઉપસ્થિતિમાં દોષિત ગણાતો નથી.

(૫) "અજો લગ્ને વ્યયે ચાપે પાતાલે વૃશ્ચિકે તથા
દ્યુતે મીને ઘટે ચાષ્ટૌ ભૌમ દોષો ન વિદ્યતે."

જન્મકુંડળીમાં લગ્ને મેષનો મંગળ, બારમે ધનનો મંગળ, ચોથે વૃશ્ચિકનો મંગળ, સાતમે મીનનો મંગળ, આઠમે કુંભનો મંગળ હોય તો આવા મંગળદોષને દોષમુક્ત જાણવો. ઉપરના સૂત્રમાં કેટલીક જગ્યાએ નીચે મુજબ ફેરફાર જણાયેલ છે.

"દ્યુતે મૃગે ર્કિક ચાષ્ટૌ ભૌમ દોષો ન વિદ્યતે."

આ સૂત્રના આધારે સાતમા સ્થાનમાં મકરનો અને કર્કનો મંગળ આઠમે હોય તો તે મંગળદોષથી વિમુક્ત ગણાય છે.

(૬) "રાશિ મૈત્રી યદાયાતિ ગણૈક્યં વા યદા ભવેત્
અથવા ગુણ બાહુલ્યે ભૌમદોષો ન વિદ્યતે."

એટલે કે લગ્ન મેળાપક વખતે પતિ-પત્નીની રાશિઓ એકબીજાની મિત્ર રાશિઓ હોય અને જો ગણ બંનેના એક જ હોય કે પછી બંનેની કુંડળીમાં મેળાપક કોષ્ટક મુજબ કે વધુ ગુણ પ્રાપ્ત થતા હોય તો દેખીતો મંગળદોષ હોવા છતાં તેને મંગળદોષ ગણવામાં આવતો નથી.

આ ઉપરાંત કુંડળીમાં થતા કેટલાક યોગોને કારણે મંગળદોષમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. જે નીચે મુજબની સ્થિતિમાં આપણે જોઈશું. અનુભવે તથા શાસ્ત્ર મતે નીચે મુજબના સિદ્ધાંતો મંગળદોષ નિવારણ અર્થે જ્યોતિષીગણે માન્ય રાખવા જેવા છે.

(૧) જો જન્મકુંડળીમાં દેખીતો મંગળદોષ થયો હોય તેમ છતાં ચંદ્ર અને શુક્ર કુંડળીમાં બીજા સ્થાને બેઠેલા હોય તો મંગળદોષ ગણાતો નથી.

(ર) કુંડળીના કેન્દ્રસ્થાને રાહુ હોય તો કુંડળીનો મંગળદોષ નષ્ટ થાય છે.

(૩) દોષયુક્ત મંગળને ગુરુની શુભદૃષ્ટિ સાંપડતી હોય તો મંગળદોષ નષ્ટ થાય છે.

(૪) દોષિત મંગળ જો રાહુ સાથે યુતિમાં હોય તો દોષ રહેતો નથી.

(૫) જન્મકુંડળીમાં ચંદ્ર મંગળનો કેન્દ્રયોગ થતો હોય તો દોષિત મંગળ દોષમુક્ત ગણાય છે.

(૬) દોષિત મંગળવાળી કુંડળીમાં જો કેન્દ્ર કે ત્રિકોણમાં શુભ ગ્રહ બેઠેલ હોય તથા ૩-૬-૮-૧૨ સ્થાનોમાં બેઠેલ હોય તો દોષ નિવારણ થાય છે.

(૭) શનિ-મંગળની યુતિ કે શનિ-મંગળ ષડાષ્ટક યોગે મંગળદોષનો પરિહાર થાય છે.

(૮) ઉચ્ચ કે સ્વક્ષેત્રી મંગળ દેખીતી રીતે દોષ સર્જતો હોય તો પણ દોષમુક્ત ગણાય છે.

(૯) જો દોષિત મંગળ કુંડળીમાં અન્ય ગ્રહોથી રાજ્યોગાદિ શુભ યોગો રચતા હોય તો મંગળદોષનું નિવારણ થાય છે. આ માટે નીચેનું સૂત્ર યાદ રાખવા જેવું છે.

"યોગ કર્તા દોષ મુક્તા"

આમ, કુંડળીમાં મંગળદોષ જોવાની સાથે સાથે ઉપરોક્ત બાબતો બરાબર તપાસીને પછી જ મંગળદોષ નિશ્ચિત કરવો અને દોષ નિશ્ચિત કર્યા બાદ જ તેવી કુંડળીઓને મંગળદોષના નિવારણ અર્થે સલાહ આપવી હિતાવહ છે.



About Vipra Chandal Yoga

This yoga is formed when Guru (Jupiter) is in conjunction with or is aspected by Rahu or Ketu. Guru (Vipra) + Rahu (Chandal) = VipraChandal Yoga.


The native is prone to act immorally and perform many misdeeds. However the results are not as frightening as they are made out to be. Different results are obtained for the combination in different houses however if benefic planets are present with this combination or this combination is aspected by benefic planets the results are auspicious as the inauspiciousness decreases.


In different houses this combination gives different results as follows


1. If Rahu and Jupiter combine in 8th house, the native suffers from colic pains or he may suffer from the injuries near the naval. These injuries are likely to give life long scars.

2. If Rahu and Jupiter combine in 9th house and Saturn is in the 3rd house (with Ketu), the native may be an illegitimate child.

3. If Jupiter is in the 10th house, Rahu is in the 6th house and Venus is in the 2nd house, the native becomes very wealthy even after being born in an ordinary family.

4. If there is a benefic aspect on the conjunction of Jupiter and Rahu (or Ketu), the native is inclined towards religion and respects religious people.
5. If Jupiter and Rahu are conjunct in the fourth house and there is a benefic aspect on them, the person is very religious wealthy and may be a lawyer.

6. if there is an auspicious sign in the ascendant (I think it means the sign of a naturally benefic planet) and the moon is also posited in an auspicious sign and the conjunction of Jupiter and Rahu takes place in 5th or 9th house, the native is very learned, wealthy, progressive and respected person.

7. In Capricorn ascendant, if Jupiter and Rahu combine in the 9th house the native is a very rich person. He is much respected and has all the facilities at his disposal.

8. Jupiter Rahu combination in the 3rd house makes the person very courageous and if this combination is aspected by Mars, the courage knows no bounds.

9. Jupiter Rahu (or Ketu) combination in the 6th house and aspect of Mars on it, makes the person extremely critical of his own religion. In fact he criticizes the wrong in his religion

Monday, June 7, 2010

ગોચરના ગુરુનું જન્મકુંડળીના બાર સ્થાનોમાં પરિભ્રમણ અને તેનું વિવિધ શુભ ફળ

ગોચરના ગુરુનું જન્મકુંડળીના બાર સ્થાનોમાં પરિભ્રમણ અને તેનું વિવિધ શુભ ફળ

આ જગતમાં ગુરુથી શ્રેષ્ઠ કશુંજ નથી.સર્વશક્તિમાન ઈશ્વરથી પણ ગુરુનો મહિમા અનોખો છે. તે ઈશ્વરનો જ અંશ છે.ગોચરમાં ભ્રમણ કરતો આ શુભ ગુરુ જાતકની કુંડળીમાં નવો પ્રાણ, આશાનો સંચાર ઊભો કરે છે.સામાન્ય સંજોગોમાં ગુરુ ભગ્યે જ અશુભ ફળ આપતો હોય છે.તે જે સ્થાનમાંથી પસાર થાય છે તે સ્થાનના ફળની વ્રુધ્ધિ કરે છે-અને જ્યાં તેની દ્રષ્ટિ પડે છે તે સ્થાનના શુભ ફળની વ્રુધ્ધિ કરે છે.


પ્રથમ સ્થાન ઃ જાતક્ની કુંડળીમાં પ્રથમ સ્થાનમાંથી પસાર થતો ગુરુ જાતકમાં ઉત્સાહનો સંચાર કરે છે.તેની જીવનશક્તિમાં વધારો કરે છે.તેની તંદુરસ્તીમાં આ સમયમાં સાર થાય છે.તેની પાંચમાં સ્થાન ઉપરની શુભ દ્રષ્ટિ સંતાન અંગે શુભ સમાચાર લાવે છે.નવમા સ્થાન ઉપરની દ્રષ્ટિ ભાગ્યમાં વ્રુધ્ધિ કરે છે.આ ગુરુનિ સાતમા સ્થાન ઉપરની દ્રષ્ટિથી લગ્નજીવનમાં સંવાદિતા આવે છે.


દ્વિતિય સ્થાન ઃ જાતકના જીવનમાં ગોચરનો ગુરુ બીજા સ્થાનમાંથી પસાર થતાં નાણાંકીય પરિસ્થિતિ મજબુત બને છે. આ ગુરુની દ્રષ્ટિ છઠ્ઠા અને આઠમાં સ્થાનમાં પડતાં રોગ-શત્રુઓના ઉપદ્રવમાં ઘટાડો થાય છે.ઘરમાં-કુટુંબમાં કોઈ ધાર્મિક-આનંદરૂપ પ્રસંગની ઉજવણી થાય છે.


ત્રુતીય સ્થાન ઃ ત્રીજા પરાક્રમ સ્થાનમાંથી પસાર થતો ગુરુ જાતકના જીવનમાં ઉત્સાહ-જોમ-જોશમાં વધારો કરે છે.લાભદાયી-આનંદદાયી મુસાફરી થાય છે.પરદેશ જોડે કામ કરવાની કોઈ નવીન તક સાંપડે છે. આ ત્રીજે રહેલા ગુરુની ભાગ્યસ્થાન અને સાતમાં સ્થાન ઉપરની દ્રષ્ટિ ભાગ્યવ્રુધ્ધિ અને લગ્નજીવનમાં સંવાદિતા લાવે છે.


ચતુર્થ સ્થાન ઃ જાતકની કુંડળી ના ચોથા- સુખસ્થાન ઉપરથી ગોચરનો ગુરુ પસાર થાય ત્યારે માતા-કૌટુંબીક બાબતો માટે અગત્યના બનાવો બને છે. આ સમયમાં મકાન-મિલ્કત માટે શુભ નિર્ણયો લેવાય છે.વ્રુધ્ધ માતાની તબિયતમાં સુધારો વર્તાય છે. ચોથા ગુરુની આઠમા અને દસમાં સ્થાનમાં પડતી દ્રષ્ટિ જાતક્ને આધ્યાત્મિક જીવન પ્રત્યે દોરે છે તથા તેના કર્મમાં સફળતા આપે છે.


પંચમ સ્થાન ઃ જાતકની કુંડળીમાં પાંચમાં સ્થાન /ભાવમાંથી ગુરુનું પસાર થવું ઘણુ જ શુભ મનાયું છે.પાંચમાં- ત્રિકોણ-સ્થાનમાંથી પસાર થતો ગોચરનો શુભ ગુરુ અચાનક શેર-સટ્ટા-લોટરી જેવાં કામોમાં લાભ અપાવે છે.સંતાનો પોતાના કામમાં પ્રગતિ કરે છે- જાતકના જીવનમાં નવા ઉષ્માભર્યા સંબંધોની શરૂઆત-વિકાસ થાય છે.


છઠ્ઠુ સ્થાન ઃ જાતકની કુંડળીના છઠ્ઠા સ્થાનમાંથી પસાર થતો ગુરુ શત્રુઓ સાથેના સંબંધોમાં થોડી હળવાશ લાવે છે.મોસાળ પક્ષમાંથી કોઈ સારા સમાચાર લાવે છે.ગુરુની કર્મસ્થાન ઉપરની દ્રષ્ટિ નોકરી-ધંધામાં નવીન તક ઊભી કરાવે છે અને ૧૨માં સ્થાન /વ્યય સ્થાન ઉપરની દ્રષ્ટિ ઘરમાં શુભ પ્રસંગોની -ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરાવે છે.


સપ્તમ સ્થાન ઃ સાતમાં સ્થાનમાંથી ગોચરના ગુરુનું ભ્રમણ લગ્નવયના જાતકો માટે લગ્ન-વિવાહ યોગ પેદા કરે છે.આ સમય દરમ્યાન લગ્ન-ભાગીદારી જેવા સંબંધોમાં સંવાદિતા આવે છે.ગુરુની અગિયારમા સ્થાન ઉપરની દ્રષ્ટિથી મિત્રો મદદગાર નીવડે છે અને મિત્રો થકી નવીન તક મળી જાય છે.


આઠમું સ્થાન ઃ આઠમાં સ્થાનમાંથી પસાર થતો ગુરુ જાતકના જીવનમાં આધ્યાત્મિકતા લાવે છે. વીલ-વારસા કે ભાગીદારીમાં અચાનક લાભ અપાવે છે.આ સ્થાનનો શુભ ગુરુ જાતકોને ગૂઢવિદ્યા તરફ રસ પેદા કરાવે છે.આ સ્થાનમાંથી ગુરુની બીજા સ્થાન ઉપરની દ્રષ્ટિ આ સમય દરમ્યાન જાતકોની નાણાંકીય પરિસ્થિતિ સારી રાખે છે.


નવમું સ્થાન ઃ નવમા-ભાગ્યસ્થાન ઉપરથી પસાર થતો ગુરુ અત્યંત શુભફળ આપનાર નીવડે છે. આ સમય દરમ્યાન જીવનમાં પ્રગતિની ઘણી નવીન તકો પ્રાપ્ત થાય છે. લાંબી-આનંદદાયક મુસાફરીનો યોગ સર્જાય છે.


દસમું સ્થાન ઃ દસમાં-કર્મસ્થાનમાંથી પસાર થતો ગુરુ જો બીજા શુભ ગ્રહો સાથે શુભ સંબંધમાં આવે તો જાતકના કર્મને ભાગ્યમાં પલટી નાંખે છે. પુરુષાર્થની નવીન દિશા સાંપડે છે.જાહેર- જીવનમાં રહેલા જાતકોને સત્તા-મહત્તા સાંપડે છે.


અગિયારમું સ્થાન ઃ અગિયારમાં-લાભ સ્થાનમાંથી પસાર થતો ગુરુ જાતકના જીવનમાં રોનક લાવી દે છે.આ સમયમાં અનેક લાભદાયી-આનંદદાયી પ્રસંગો બને છે.મિત્રો અણધારી મદદે આવી જાય છે. આ સમયમાં ભાગીદારો-મિત્રો ઘણો શુભ ભાગ ભજવે છે.


બારમું સ્થાન ઃ જાતકની જન્મકુડળીના બારમાં-વ્યય સ્થાનમાંથી પસાર થતો ગુરુ જાતકના જીવનમાં શુભ ખર્ચાઓ કરાવે છે.આ સમયમા જાતકને તેના જીવનના ધ્યેયની ઝાંખી થાય છે.આ બારમા ગુરુની આઠમા અને ચોથા સ્થાન ઉપરની તેની શુભ દ્રષ્ટિ અનુક્રમે વીલ-વારસાથી લાભ કરાવે છે તથા વ્રુધ્ધ માતાની તબિયતમાં સુધારો કરાવે છે.


તદ્ઉપરાંત આ ગોચરનો ગુરુ જ્યારે જન્મના ચંદ્ર ઉપરથી પસાર થાય ત્યારે જીવનમાં શાંતિ આપે છે. જો આ ગુરુ જન્મના શુભ સૂર્ય ઉપરથી પસાર થાય તો જીવનમાં કીર્તિ-સત્તા-મહત્તા મળી આવે છે.કોઈપણ જાતકના જીવનમાં આ સમય દરમ્યાન વસંતનો શુભ અનુભવ થઈ જાય છે.આજ પ્રમાણે જન્મના શુક્ર,બુધ-મંગળ-શનિ ઉપરથી ગુરુનુ ભ્રમણ મોટેભાગે શુભ પુરવાર થાય છે.


આજ પ્રમાણે જે તે દેશ કે રાજ્યની કુંડળીમાંથી ગુરુનું ભ્રમણ શરૂ થતાં જે તે દેશ કે રાજ્યની અચૂક પ્રગતિ થાય છે-નકારાત્મક બળો સાવ નિર્બળ બની જાય છે.

શાપિત દોષ યોગ

છેલ્લાં કેટલાંક વર્ષથી જ્યોતિષશાસ્ત્રમાંના અવયોગ બાબતે ઘણૂં લખાય છે.જીજ્ઞાસુઓ વાંચે છે-વિચારે છે.નિવારણના પ્રયત્નો પણ થાય છે.કેમદ્રુમ યોગ..ચંદ્રથી બીજે-બારમે કોઈ ગ્રહ નહી હોવાથી થાય છે.રાહુ અને કેતુની વચ્ચે બધા જ ગ્રહો આવી જવાથી કાલસર્પયોગ થાય છે.સૂર્ય કે ચંદ્ર..રાહુથી સંબંધીત હોવાના કારણે ગ્રહણ યોગ થાય છે.રાહુ અને ગુરુની યુતિથી વિપ્રચાંડાલ યોગ થાય છે.શનિ અને રાહુના સંબંધથી શાપિતદોષ યોગ થાય છે.સામાન્ય મત એવો ઉપસ્યો છે કે આ બધી જાતકના જન્મ સમયની સ્થાન પરત્વેની અશુભ ફળદાયી પરિસ્થિતિ માનવી જોઈએ.

પ્રસ્તુત લેખની સમીક્ષા શાપિતદોષ યોગ ના સંબંધમાં છે.

જાતકના જન્મ સમયે શનિ-રાહુના સંબંધથી શાપિતદોષ યોગ અસ્તિત્વમાં આવે છે.

( ૧ ) જાતકની કુંડળીમાં શનિ-રાહુ એક જ સ્થાનમાં હોય અર્થાત્ યુતિ હોય..

( ૨ ) શનિ-રાહુ પરસ્પર સાતમી પૂર્ણ દ્રષ્ટિ કરતા હોય અર્થાત પ્રતિયુતિ હોય..

( ૩ ) શનિ સ્વભાવગત ત્રીજી અને દશમી દ્રષ્ટિ રાહુ પર કરતો હોય ..

જન્મકુંડળીના બદલે ચલિત કુંડળીમાં ઉપર પ્રમાણેની સ્થિતિ હોય તો પણ જાતકનો જન્મ શાપિતદોષ યોગમાં થયો માનવાની શાસ્ત્રોની આજ્ઞા છે.

શાપિતદોષ યોગ કરતા શનિ સાથે યુતિ સંબંધમાં રાહુના અંશો.. શનિના અંશો કરતાં વધારે હશે તો જાતકને કેટલાક અમૂલ્ય ગુણોનું પ્રદાન કરનાર સ્થિતિ પેદા કરે છે જેવા કે બલિદાન-વૈરાગ્ય-ત્યાગ-નિરપેક્ષતા -મોહનો અભાવ તથા સૌજન્ય જોવા મળશે.તેના આચાર-વિચાર-વાણી-વર્તન એક જ રહેશે.જાતક દંભી નહીં હોય.

પરંતુ..શનિના અંશો જો વધારે હશે તો સરમુખ્ત્યારપણૂં-અત્યાચાર-જીદ-ખટપટ-કાવાદાવા વગેરે ..જાતકના જીવનમાં વધુ બળવત્તર બનશે.તેઓ સમાજને આંસુ-આહ-આંતક સિવાય બીજું કશું જ આપી શક્શે નહી.જુગારી-વ્યભિચારી વ્રુત્તિ - નૈતિકતાનું સરેઆમ લીલામ વગેરે સ્થિતિનુ સર્જન સંભવે છે.

શનિ ગ્રહના સિક્કાની બે બાજુ પૈકી એક બાજુએ શનિ અધ્યાત્મિકતા અને ગુઢ પ્રક્રુત્તિનો ગ્રહ છે તો બીજી બાજુએ કષ્ટ-પીડા ,ક્રૂર-બદલાની ભાવનાવાળો ગ્રહ છે.જાતકને ટોચ પર લઈ જઈ નીચે પછાડનાર છે.જાતકના જીવનમાં દરેક કાર્યો વિલંબથી થવા દેનાર છે. એક વાર તો નિર્ધન પરિસ્થિતિમાં ખેંચી જ જાય છે.થોડાં મિત્રો-થોડૂં ધન-સ્ત્રી પાત્રની ચિંતા-સંતાનસુખનો અભાવ વગેરે બાબતોનો પ્રદાયક છે.જાતકને આળસુ બનાવે છે. વાયુપ્રદાયક આ ગ્રહ રાત્રિબલી છે .લાંબો સમય ચાલે તેવી માંદગી આપનાર ગ્રહ છે.વૈરાગ્ય પ્રાપ્તિ-નિવ્રુત્તિના બહાના તળે જાતકને એશ-આરામી-આળસુ જીવન જીવવા તરફ ઘસડી જનાર શનિ જ છે.અતિપાપિ ગ્રહ હોવાથી પાપી-દુષ્ટ-હલકા લોકો પર એનું પ્રભુત્વ છે.વારંવાર થતો સ્થળ બદલો-બીમારી અને દેવું..આ બધી બાબતો શનિનું યોગદાન-બીજા અર્થમાં આ અવક્રુપાનું પરિણામ છે.

રાહુ બાબતે વિચારી શકાય કે છાયાગ્રહ ગણાતો રાહુ જાતકમાં ભ્રમ ઉત્પન્ન કરનાર ગ્રહ છે.સૂર્ય-ચંદ્રના ફળને ગ્રસે છે.જાતકને ડરાવે છે.જાતક ટૂંકા મનનો બને છે.તંદુરસ્તી અને દ્રવ્ય બન્ને ઘટાડે છે.આક્સ્મિક-અકાળ અવસાન રાહુની દેન બની શકે છે.સૂર્ય-ચંદ્ર અને મંગળ..શનિની જેમ રાહુના પણ શત્રુ છે.

જોવાની ખૂબીની બાબત એ ધ્યાન પર આવે છે કે શાપિતદોષ યોગના કારક અને કારણબળ બનતા આ બન્ને ગ્રહો શનિ અને રાહુ મિત્રો છે અને તેમની આ મૈત્રી.. જાતકને પાયમાલ-દુઃખી-દુઃખી કરી નાખતી શાપિતદોષ યોગની પરિસ્થિતિ કહેવાય છે.

સામાન્ય રીતે શાપિતદોષ યોગ જે સ્થાનમાં થતો હોય તે સ્થાન પરત્વેના જાતકને મળવા પાત્ર થતા ફળને અશુભ બનાવીને જ જંપે છે.

તો ચાલો ..હવે આપણે જન્મકુંડળીના બાર સ્થાનોમાં શનિ-રાહુ સંદર્ભિત અસરો પર એક નજર નાંખીએ….

( ૧ )- પ્રથમ સ્થાનમાં શાપિતદોષ યોગ થતો હોય તો દેહ-આરોગ્ય-બાળપણ-આંખ-જીવનશક્તિ-ચહેરાની આકર્ષકતા ઉપર વિપરીત અસર કરે છે.જાતકની જીદગીના દરેક કાર્યોમાં વિલંબ થાય છે.સંસારસુખમાં પણ અવરોધ આવે છે.શરીરનો વાન શ્યામ બને છે.બુદ્ધિ શુદ્ધ ન રહેવા પામે-વ્યવહારમાં ઊદ્ધત્તાઈ આવે..

( ૨ )-બીજા સ્થાનમાં શાપિતદોષ યોગ થતો હોય તો જાતકને ધન-કુટુંબવ્રુદ્ધિ-જમણી આંખ-વાણી-દાંત વગેરે બાબતોમાં ઉણપ સંભવે. અતડાપણું -ઓછું-ઓછું બોલવાનો સ્વભાવ -કુટુંબક્લેષ-ધનસંગ્રહમાં ઓછપ.. એ આ સ્થાનમાંના શાપિતદોષ યોગના જાતકને અનુભવવાં પડતા ફળ મનાય છે.

( ૩ )-ત્રીજા સ્થાનમાં શાપિતદોષ યોગ ધરાવતાં જાતકો હંમેશા ભાગ્યોદય બાબતે નિરાશા અનુભવે છે.ક્યારેક બંધુસુખથી વંચિત રહે છે.આવા જાતકોને સ્વપરાક્રમે આગળ આવી સંપત્તિવાન બનવા માટે ઘણાં બધાં અવરોધોનો હિંમતપૂર્વક સામનો કરવો પડે છે , છતાં દુઃખી હોય છે.

( ૪ )-ચોથા સ્થાનમાં- સુખ-માતા-મકાનના સ્થાનમાં શાપિતદોષ યોગ ધરાવતાં જાતકોને માતા-મકાન-સગાસંબંધી માટે પ્રતિકુળ સંજોગો અનુભવવા પડે છે.માતા-મકાન-વૈવાહિક સુખની ઓછપ તેઓ અનુભવે છે.

( ૫ )-પાંચમા વિદ્યા અને સંતાનના સ્થાનમાં જો શાપિતદોષ યોગ થયો હોય તો જાતકને પેટની બીમારી -સંતાન ચિંતા-શિક્ષણપ્રાપ્તિમાં અવરોધો તથા પ્રયત્નોની બાબતમાં બધી રીતે યોગ્યતા હોવા છતાં નિષ્ફળતા અને સ્ત્રીસુખ વગેરે બાબતોમાં પ્રતિકુળતા અનુભવવા મળે છે.કેતુથી શાપિતદોષ યોગ થતો હોય તો સંતાન બાબતે અપયશ અને લોકનિંદા સહન કરવના પ્રસંગો સંભવે છે.

( ૬ )- છઠ્ઠા ઋણ-રોગ-શત્રુ-મોસાળસુખ-સેવકવર્ગ વગેરેના સ્થાનોમાં જો શાપિતદોષ યોગ હોય તો જાતકને શત્રુઓથી હેરાનગતિનો અવારનવાર અનુભવ થાય છે.બીમારી પીછો છોડતી નથી.જાતકને ઐશ્વર્ય મળે છે.ક્યારેક મોસાળપક્ષ તરફથી અવહેલના-અપયશ-માનહાનિના પ્રસંગો બને છે.વિશ્વાસઘાત થાય અગર ખોટાં આળ ચઢાવવાની ઘટના સંભવે છે.

( ૭ )-સાતમા ભાગીદારી અને દાંપત્યજીવનના સ્થાનમાં શાપિતદોષ યોગ થતો હોય તો જાતકનું દાંપત્યજીવન.. જીવનસાથીની વય-વિચાર-વ્રુત્તિ બાબતે જાતકથી વિરોધાભાસી બની જતું હોય છે.ક્યારેક વિવાહયોગ મોડા થવા માટે પણ આ યોગ જવાબદાર ગણાય છે.ભાગીદારીમાં ધન ઓછું કરનાર -અપયશ અપાવનાર બને છે.એક યા બીજા કારણોસર મતભેદ-મનભેદના કારણે દાંપત્યજીવન દુઃખી થઈ જાય છે..

( ૮ ) - આઠમા અયુષ્યભુવમાં થતો શાપિતદોષ યોગ લંબાણપૂર્વકની માંદગી લાવનાર મનાયો છે.જીંદગીનું ૩૨મું વર્ષ સાચવવા જેવું ગણાય છે.ઝેરી જીવ-જંતુ-વસ્તુઓનો ખ્યાલ રાખવો.એના માધ્યમે જાનહાની થવાની શક્યતાઓ રહેલી છે.શનિ આ સ્થાનનો કારક ગ્રહ ગણાય છે.

( ૯ ) -નવમા ભાગ્યભુવન-દરિયાઈ મુસાફરીના સ્થાનમાં થતો શાપિતદોષ યોગ ૩૦ વર્ષ આસપાસ જાતકનો ભાગ્યોદય કરાવે છે.પિતાને આ યોગ સુખ અપનાર માનવામાં આવતો નથી.જાતકના અંગત જીવનમાં સચ્ચાઈના સ્થાને દંભનું પ્રમાણ વધુ જોવા મળે છે.ક્યારેક જાતક વૈરાગ્ય તરફ ઝૂકે છે.ભાઈઓ સાથે મનમેળ ના રહેવા પામે તથા ઓપરેશન આવવાની શક્યતા રહે છે.પોતાનાથી ઉતરતી જ્ઞાતિના વ્યક્તિ સાથેના સંબંધો તેમના જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે.ક્યારેક આવા સંબંધો લાભદાયી પણ નીવડે છે.

( ૧૦ )- દશમા વ્યાપાર-ઉદ્યોગ-કર્મ-આબરૂના સ્થાનમાં જો શાપિતદોશ યોગ હોય થતો હોય તો જાતક દરિદ્રતા ભોગવે છે.આ સ્થિતિમાં ક્યારેક જાતક ખૂબ જ ઊંચે જઈને નીચે પછડાય છે.જાતકને..પિતા સાથે-પિત્રુપક્ષ સાથે ઓછી લેણાદેણી રહે છે.જાતક પોતાની દીર્ઘદ્રષ્ટિથી સારુ સ્થાન અવશ્ય મેળવી શકે છે.વાયુ-પ્રકોપના ભોગ બને છે.

( ૧૧ )-અગિયારમાં-લાભ સ્થાનમાં જો શાપિતદોષ યોગ થતો હોય તો જાતક ૩૦-૩૨ વર્ષની ઉંમર પછી ભાગ્યોદય જોઈ શકે છે.સંતાનો તરફથી આવા જાતકોને હેરાનગતિ થાય છે.પરદેશના સંબંધોથી -સંબંધીઓથી જાતકને સાનુકૂળતા- લાભ પ્રાપ્ત થાય છે.સંપત્તિ મળે છે પણ સંતાન ચિંતા રહેવા પામે છે.

( ૧૨ ) – બારમા -વ્યય-મોક્ષ-જેલયાત્રા-દંડના સ્થાનમાં જો શાપિતદોષ યોગ થયો હોય તો જાતક આર્થિક રીતે ઘસાયેલો જ રહે છે.ઉદારતા એની નબળી બાજુ બની ગરીબાઈમાં સપડાવે છે.ત્યાગ-વૈરાગ્ય-સહનશીલતા કયારેક જાતકનું દુઃખનું કારણ સંભવે છે.આવા જાતકો પાસે બેન્ક-બેલેન્સ ક્યારેય હોતુ નથી..

આ ઉપરાંત…

– યુતિથી શાપિતદોષ યોગ થાય છે તેવી જ રીતે શનિની દ્રષ્ટિ..રાહુ પર પડતી હોય અને રાહુની દ્રષ્ટિ શનિ પર પડતી હોય તો પણ શાપિતદોષ યોગ થાય છે.

-શનિ પોતે જે સ્થાનમાં હોય તે સ્થાનથી ત્રીજા-સાતમા અને દશમા સ્થાન પર પૂર્ણ દ્રષ્ટિ કરે છે.

-રાહુ પોતે જે સ્થાનમાં હોય તે સ્થાનથી ફક્ત સાતમા સ્થાન પર જ દ્રષ્ટિ કરી શકે છે.

ટૂંકમાં એમ કહી શકાય કે પરસ્પર દ્રષ્ટિથી થતો શાપિતદોષ યોગ ( યુતિથી થતા શાપિતદોષની સરખામણીએ ) મર્યાદામાં રહીને અશુભ અસરો આપે છે.અને જો જાતકના જન્મસમયે જન્મકુંડળીમાં બીજા શુભયોગ બનતા હોય તો શાપિતદોષ યોગની અસર ઓછી થાય છે.પરંતુ બધા જ ગ્રંથો એક બાબતે સહમત છે કે શાપિતદોષ યોગ જે જાતકની જન્મકુંડળીમાં થાય તે જાતકના જીવનમાં ધન-સંસારસુખ -કેળવણી-આરોગ્ય અને પરાક્રમની સફળતા બાબતમાં ઘણાં અવરોધો-અંતરાયોનો સામનો કરવો જ પડતો હોય છે.


સૂર્યની વિવિધ ગ્રહો સાથેની યુતિ

સૂર્યની વિવિધ ગ્રહો સાથેની યુતિ

સૂર્ય મેષ રાશિમાં-૧૦ અંશ નો હોય ત્યારે ઉચ્ચનો બને છે.અને તુલા રાશિમાં-૧૦ અંશનો હોય ત્યારે નીચસ્થ બને છે.ચંદ્ર,મંગળ અને ગુરુ તેના મિત્ર ગ્રહો છે.શુક્ર,શનિ અને રાહુ સૂર્યના શત્રુ ગ્રહો છે.

જો જન્મકુંડળીમાં સૂર્ય નીચ રાશિનો હોય -શત્રુક્ષેત્રી શનિની કુંભ કે મકર રાશિનો તથા અશુભ સ્થાને અર્થાત ખાડાના સ્થાને હોય તો જાતકની પ્રતિષ્ઠાને હાની પહોંચે છે….સરકારી નોકરીમાં તકલીફ પડે છે…પિતા સાથે મતભેદ રહે છે.

સૂર્યની વિવિધ ગ્રહો સાથેની યુતિ ઃ

જન્મકુંડળીમાં સૂર્ય-શનિની યુતિ હોય તો પિતા સાથેના સંબંધમાં હતાશા આવે છે.કૌટુંબીક ભોગ આપવો પડે છે.

જન્મકુંડળીમાં સૂર્ય-શુક્રની શુભ યુતિ હોય તો જાતક સંગીતકાર,બુદ્ધીશાળી બને છે અને તેનો મોભો અને પ્રતિષ્ઠા સમાજમાં જળવાઈ રહે છે.

જન્મકુંડળીમાં સૂર્ય-બુધની શુભ યુતિ હોય તો જાતક જાતકા હોંશીયારીથી ઉચ્ચ ડીગ્રી પ્રદાન કરે છે.વ્યવ્હારૂ કામકાજમાં કુશળ તથા સારી અર્થ-ધન પ્રાપ્તિ થાય છે.ધંધાકીય સૂઝ સારી ધરાવે છે.

જન્મકુંડળીમાં સૂર્ય-ચંદ્રની યુતિ હોય તો જાતકને માતા-પિતાના સુખમાં કમી વર્તાય છે.જાતકને ધ્યેય વગરનું જીવન જીવવું પડે છે.જાતકા ધાર્મિક ક્ષેત્રે આગળ આવે છે.

જન્મકુંડળીમાં સૂર્ય-મંગળની યુતિ હોય તો જાતકનો સ્વભાવ ગરમ રહે છે.યુતિ શુભ હોય તો જાતક સર્જન-ડોક્ટર સંભવે.

જન્મકુંડળીમાં સૂર્ય-રાહુની યુતિ હોય તો ગ્રહણયોગ બને છે.જાતકનું જીવન સંઘર્ષમય રહે છે.

જન્મકુંડળીમાં સૂર્ય-બુધ-શુક્ર ની યુતિ હોય જાતક ધનવાન બને છે.

જન્મકુંડળીમાં સૂર્ય કરતા બુધ આગળ હોય તો જાતક હોંશીયાર,ગણિતજ્ઞ, અને સારો ધંધાધારી સંભવે.

——————————————————————————

વૈવાહિક સુખમાં તિરાડ

વૈવાહિક સુખમાં તિરાડ

પરણવું એટલે પ્રભુતામાં પગલાં પાડવાં.પરંતુ પ્રભુતામાં પગલાં પાડવાની એટલે કે વિવાહ કરવાની યોગ્ય ઉંમર વીતી જવા છતાં લગ્ન થતાં નથી ત્યારે લગ્નવાંછીત યુવક- યુવતીઓ મૂંઝવણભરી પરિસ્થિતિમાં મૂકાય છે અને જ્યોતિષીઓને પ્રષ્ન પૂછતા હોય છે કે મારા લગ્ન કેમ થતા નથી ? મારી કુંડળીમાં લગ્ન યોગ છે કે નહીં ? અને જેના લગ્ન થઈ ગયા છે, પરંતુ લગ્નજીવનના સુખનો આસ્વાદ માણી શકતા નથી તેવા જાતકોને કયા યોગોને કારણે પોતાનુ જીવન દુઃખી છે તે પ્રશ્ન સતત સતાવતો હોય છે અને તેના સમાધાન માટે જ્યોતિષીઓનો આશ્રય લેતા હોય છે.

હવે પ્રશ્ન એ આવીને ઊભો રહે છે કે કયા યોગો લગ્ન ન થવામાં, લગ્ન વિલંબથી થવામાં અને લગ્નજીવનની મજાને સજામાં ફેરવવામાં કારણભૂત બને છે !!!!!…

લગ્નજીવન માટે સપ્તમ સ્થાન, સપ્તમેશ અને લગ્નનો કારક શુક્ર મહત્વના પરિબળો છે. મંગળ પણ લગ્નજીવનને થોડા ઘણા અંશે અસર કરતો હોય છે.પુરુષની કુંડળીમાં પત્નીના કારક શુક્ર ઉપરાંત ચંદ્ર, અને સ્ત્રીની કુંડળીમાં પતિના કારક ગુરુ ઉપરાંત સૂર્યનો અભ્યાસ કરવો પણ જરૂરી બની રહે છે.

અનેક કુંડળીઓના અધ્યન બાદ એવુ તારણ નિકળ્યું છે કે નીચેના યોગો વૈવાહિક સુખ માટે વિઘ્ન બને છે અને લગ્ન ન થવામાં, વિલંબથી થવામાં કે લગ્નજીવનમાં દુઃખ અને વિસંવાદિતતાનુ સર્જન કરવામાં કારણભૂત બને છે.

( ૧ )- સપ્તમ સ્થાને પાપગ્રહોની ઉપસ્થિતિ કે દ્રષ્ટિ અથવા સપ્તમસ્થાન પાપકર્તરિમાં હોય અને સાતમું સ્થાન શુભ ગ્રહોથી યુત કે દ્રષ્ટ ન હોય તો લગ્નસુખ ન મળે.

( ૨ )-સપ્તમેશ ૬-૮-૧૨મે જાય તે લગ્નજીવનની સૌથી મોટી કમનસીબી છે તેજ રીતે ૬-૮-૧૨મા ભાવનો સ્વામી સાતમા સ્થાને હોય કે દ્રષ્ટિ કરતો હોય તો પણ દાંપત્ય સુખ મળતું નથી. સપ્તમેશની દ્વિતીય સ્થાને ઉપસ્થિતિ પણ શુભ નથી.

( ૩ )-સપ્તમેશ નીચનો -અસ્તનો કે શત્રુ ક્ષેત્રી હોય અથવા મંગળ-શનિ-રાહૂ જેવા પાપ્ગ્રહોના પ્રભાવમાં હોય તો પણ લગ્નજીવનમાં સુખ-શાંતિ રહેતા નથી.

( ૪ )-લગ્નજીવનનો કારક શુક્ર નીચનો કે અસ્તનો કે શત્રુક્ષેત્રી હોય કે મંગળ-શનિ-રાહુ જેવા પાપગ્રહોના પ્રભાવમાં હોય અને દુઃસ્થાને હોય તો પણ લગ્નજીવનની મજા માણવા મળતી નથી.

( ૫ )-સપ્તમ સ્થાને કેતુ હોય અથવા સપ્તમેશ કે શુક્રની સાથે કેતુ હોય તો દાંપત્યસુખનો અભાવ દર્શાવે છે.

( ૬ )-સ્ત્રી જાતકની કુંડળીમાં ગુરુ નીચનો ( મકર રાશિનો )-અસ્તનો કે શત્રુક્ષેત્રી હોય તેમજ પાપગ્રહોના પ્રભાવમાં હોય, ગુરુ-રાહુનો વિપ્ર-ચાંડાલ અતિ અશુભ યોગ હોય,.તેજ રીતે સૂર્ય નીચનો (તુલા રાશિનો ) કે શત્રુક્ષેત્રી સૂર્ય દુઃસ્થાને (૬-૮-૧૨ સ્થાને ) અશુભ યોગમાં હોય તો પણ લગ્નસુખ માણવા દેતો નથી.સપ્તમ સ્થાને પણ સુર્યને શુભ માનવામાં આવતો નથી.

આજના યુગમાં મોટા ભાગના જ્યોતિષીઓ ફક્ત જન્મકુંડળીના ગુણાંકને આધારે વર-કન્યાના લગ્ન માટે અનુમતિ આપે છે,પરંતુ મારા અંગત અનુભવમાં એવા ઘણાં કિસ્સા ધ્યાનમાં આવ્યા છે કે જેમાં ઉચ્ચ ગુણાંકન મળવા છતાં લગ્નજીવન મૂશ્કેલીમાં મુકાયું હોય.તેથી ગુણાંકન સાથે વર-કન્યાની જન્મકુંડળીના ગ્રહોના પ્રભાવની અસર તપાસવી ખૂબ જ જરૂરી છે.વર્-કન્યાના વૈવાહિક જીવનનો સંબંધ તપાસવા જન્મકુંડળીમાં ગુરુ અને શુક્ર સૌથી મહ્ત્વના ગ્રહ છે.તથા સાતમા સ્થાન ઉપરાંત કુંડળીમાં પ્રથમ, ચોથુ,પાંચમું,અને બારમું સ્થાન પણ લગ્નજીવનની સફળતા માટે મહત્વનું છે કારણકે આ સ્થાનમાં રહેલા ગ્રહો, તેની યુતિ,દ્રષ્ટિસંબંધ અને રાશિ પણ લગ્નજીવન પર અસર કરે છે.

જન્મકુંડળીનો પંચમભાવ-સંતાન સ્થાન

જન્મકુંડળીનો પંચમભાવ-સંતાન સ્થાન

જન્મકુંડળીનું પાંચમું સ્થાન કાળ પુરુષના અંગો પ્રમાણૅ પેટનો ભાગ ગણાય છે.આ ભાગમાં જ સ્ત્રીઓને ગર્ભાશયમાં ગર્ભ રહે છે.પાંચમો ભાવ ત્રિકોણ સ્થાન પણ છે જે સ્નેહ,પ્રેમ,પ્રેમલગ્ન,સંતાનયોગ,પૂર્વ-જન્મનું પૂણ્ય,બુદ્ધિ,પ્રસુતિ,યાત્રા.. વગેરે પણ દર્શાવે છે.

પ્રસ્તુત લેખમાં આપણૅ જાતકની જન્મકુંડળીમાં આ પાંચમાં સ્થાનથી અને તેમાં આવેલી રાશિના સંદર્ભમાં ફળ કેવુ સંભવે તેની સંક્ષિપ્તમાં વાત કરીશું. જોકે વિગતવાર અભ્યાસ માટે પાંચમા સ્થાનના સ્વામી અને તેના કારક ગુરુની સ્થીતિ,પાંચમાં સ્થાનમાં રહેલા ગ્રહની ઉપસ્થીતિ,પતિ/પત્નીની જન્મકુંડળીનો પણ અભ્યાસ હિતાવહ છે.

જો પાંચમા સ્થાને રાશિ ——–તો સંતાન——– સંભવે…..

મેષ : સંતાન પાપી,ક્રુર,ચરિત્ર્યહીન અને સુખહીન સંભવે.

વ્રુષભ : સુંદર અને મનોહર, શુશીલ, બળવાન પુત્ર થાય.

મિથુનઃ પોતાની મરજી મુજબ ચાલનાર અને શુશીલ થાય.

કર્ક : યશવાન, ઉદાર અને ધનવાન થાય

સિંહ : શૂરવીર, સુંદર પુત્ર થાય છે.ઉગ્ર પણ ક્ષમાવાન થાય છે.

કન્યાઃ અધિક કન્યા સંતાન થાય.પુત્ર સંતતિ અલ્પ સંભવે.

તુલાઃ સુંદર, સુખી,શુશીલ,મનોહર અને કાર્યદક્ષ સંતાનો સંભવે.

વ્રુશ્ચિકઃ વિનયી,ધાર્મિક સંતાન સંભવે.

ધનઃ ગુણવાન, જ્ઞાની,શત્રુઓને જીતનાર,રાજ્ય સન્માન મેળવનાર સંતાન સંભવે.

મકરઃ જાતકના સંતાનો કુરૂપ, પાપી,આળસુ,નિષ્ઠુર્,પ્રેમહીન અને ક્રૂર સ્વ્ભાવના નપુસંક સંભવે.

કુંભઃ ગંભીર,ધીર, સત્યવાન પ્રસિદ્ધ,પુણ્યવાન સંભવે.

મીનઃ પિત્રુભક્ત,ધનવાન છતાંય રોગી સંતાનો સંભવે.